Geo Gujarat News

વાગરા: ગેરકાયદેસર ખનીજ વહન પર ભૂસ્તર વિભાગનો સપાટો, 25.53 ટન રેતી ભરેલ ડમ્પર ઝડપાયું, 2.31 લાખનો દંડ ફટકારાયો

ગેરકાયદેસર ખનીજ માફિયાઓ દ્વારા આચરવામાં આવતી પ્રવૃત્તિઓ સામે ભરૂચ ભૂસ્તર વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વાગરા તાલુકાના ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીકથી ભૂસ્તર વિભાગની ટીમે એક હાઈવા ડમ્પરને રોકીને તપાસ કરતા તેમાંથી 25.53 ટન રેતી રોયલ્ટી વિના બિનઅધિકૃત રીતે વહન થતી મળી આવી હતી.

2.31 લાખનો દંડ ફટકારાયો, ગુનેગારોને કડક સંદેશ : પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું, કે આ ડમ્પરની કોઈ પણ પ્રકારની રોયલ્ટી કે મંજૂરી ન હોતી. ભૂસ્તર વિભાગે તાત્કાલિક ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસ મથકે સોંપ્યો હતો. આ ગુના બદલ વિભાગ દ્વારા ડમ્પરના માલિકને 2 લાખ 31 હજારનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહી એ સ્પષ્ટ સંદેશ આપે છે, કે ગેરકાયદેસર ખનન અને વહન જેવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.ખનીજ માફિયાઓ પર તવાઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અંત જરૂરી : વર્ષોથી ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટે ભૂસ્તર વિભાગે લીધેલા આ પગલાં ખૂબ જ મહત્વના છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માત્ર સરકારને ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીએ ખનીજ માફિયાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે, કે હવે તેમનો કાળો ધંધો વધુ સમય સુધી ચાલશે નહીં. આ પ્રકારની કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કાયદાનો ડંડો ઉગામવામાં આવશે. આ પગલાં માત્ર સરકારી આવકનું રક્ષણ જ નહીં પરંતુ પર્યાવરણ અને નદીઓના કુદરતી સંસાધનોની સુરક્ષા માટે પણ અત્યંત આવશ્યક છે. આ ઘટના બાદ અન્ય ખનીજ માફિયાઓ પણ ભયભીત થઈ ગયા છે. અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ કરતા પહેલા સો વાર વિચાર કરવા મજબૂર બનશે.જાહેર જનતાની ભૂમિકા : આ પ્રકારના કિસ્સાઓમાં જાહેર જનતાની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની બની રહે છે. જો કોઈ પણ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જોવે તો તાત્કાલિક સંબંધિત સરકારી વિભાગને જાણ કરવી જોઈએ, જેથી ગુનેગારોને કાયદાના શાસન હેઠળ લાવી શકાય. ભરૂચ ભૂસ્તર વિભાગની આ કાર્યવાહી ખનીજ સંપત્તિના રક્ષણ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાના સરકારના સંકલ્પને મજબૂત બનાવે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *