Geo Gujarat News

ભરૂચ: રાહુલ ગાંધીના પૂતળાનું દહન, PM મોદીના માતા અંગેના નિવેદનનો ભાજપે કર્યો વિરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા કથિત અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપે આજે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ એકઠા થઈને રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ “રાહુલ ગાંધી માફી માંગે” અને “રાહુલ ગાંધી હાય હાય” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકર્તાઓએ માંગણી કરી હતી કે રાહુલ ગાંધીએ તાત્કાલિક ધોરણે પોતાના નિવેદન બદલ માફી માંગવી જોઈએ.આ પ્રદર્શનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના અનેક અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. આ ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે, અને ભરૂચમાં ભાજપ દ્વારા કરવામાં આવેલો આ વિરોધ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *