Geo Gujarat News

આમોદ-કરજણ માર્ગ પર અકસ્માત સર્જાયો, 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો

આમોદ-કરજણ હાઈવે પર આજમનગર ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાતા વાહનચાલકો અટવાયા હતા. એક વાહન પલટી ખાઈ ગયું હતું. જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. અને બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે તાત્કાલિક ટ્રાફિકને નિયંત્રિત કરવા અને માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ વાહનોની ભારે સંખ્યાને કારણે ટ્રાફિક જામ હળવો થવામાં કલાકો લાગ્યા હતા. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. પરંતુ માર્ગ બંધ થઈ જવાથી વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. આ અકસ્માતને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *