Geo Gujarat News

વાગરા પર મેઘ મહેર, ધરતીની તરસ છીપી, ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

આખરે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા વાગરા પર મહેરબાન થયા છે. આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા આકરા ઉકળાટ અને અસહ્ય બફારાથી જનજીવન ત્રસ્ત હતુ. ત્યારે મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીએ સૌને હાશકારો આપ્યો છે.રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી : અતિશય તાપમાન બાદ અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. થોડી જ વારમાં રસ્તાઓ જાણે નાની નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મુશ્કેલી છતાં સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી. વાગરાના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હોવાના એહવાલો સાંપડી રહ્યા છે.ઠંડક પ્રસરતા વાતાવરણ ખુશનુમા : વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત આપી છે. ગરમીથી બચવા લોકો ઘરોમાં પુરાઈ રહ્યા હતા, ત્યારે વરસાદ પડતાં જ લોકો ઘરની બહાર નીકળી ઠંડી હવાનો આનંદ માણતા જોવા મળ્યા. બાળકો પણ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *