Geo Gujarat News

વાગરા તાલુકા પંચાયતની કાર્યક્ષમતા પર સવાલો, ઈમ્તિયાઝ પટેલે આક્ષેપબાજી કરીને સત્તાધીશોની ઉંઘ ઉડાડી!

ઈમ્તિયાઝ પટેલે વાગરા તાલુકા પંચાયતની નિષ્ફળતાનો પર્દાફાશ કર્યો : ગતરોજ યોજાયેલી વાગરા તાલુકા પંચાયતની સામાન્ય સભા સમાપ્ત થયા બાદ તાલુકાના વહીવટની વાસ્તવિકતા છતી થઈ છે. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઈમ્તિયાઝ પટેલે એક વીડિયોના માધ્યમથી તાલુકા પંચાયતની નબળી કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરીને સત્તાધીશોની ઉંઘ ઉડાડી દીધી છે. જાહેર હિતના અનેક મુદ્દાઓ પર તાલુકા પંચાયતની નિષ્ફળતા પર તેમણે સીધા પ્રશ્નો ઉઠાવ્યા છે. તાલુકા પંચાયતની નિષ્ફળતાનો નગ્ન ચહેરો ઈમ્તિયાઝ પટેલે તેમના વિડીયોમાં જે મુદ્દાઓ પર તીખા પ્રહારો કર્યા છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તાલુકાની પ્રજા પાયાની સુવિધાઓ માટે પણ તરસી રહી છે. તેમના મુખ્ય આક્ષેપો નીચે મુજબ છે.

  1. પાણીની વ્યવસ્થાનો અભાવ : તાલુકા કક્ષાએ આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.
  2. મહિલાઓની સલામતી સાથે ચેડા : મહિલાઓ અને દીકરીઓની ગરિમા જાળવવા માટે જાહેરમાં શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે.
  3. ગંદકીનું સામ્રાજ્ય : વાગરાના ગ્રામ્ય વિસ્તારમાં સફાઈનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે, જ્યાં ગંદકી અને કચરાના ઢગલાઓ ઠેર ઠેર જોવા મળે છે.
  4. વૃદ્ધો માટે વિસામાનો અભાવ : આધેડ વયના વ્યક્તિઓ માટે આરામ કરવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે.
  5. આરોગ્ય ક્ષેત્રે અવ્યવસ્થા : તાલુકામાં આધુનિક આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર અસફળ રહ્યું છે.

આક્ષેપો બાદ ખળભળાટ અને પ્રશ્નોની વણઝાર : ઈમ્તિયાઝ પટેલના આ ગંભીર અને સચોટ આક્ષેપો બાદ વાગરાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લોકોમાં ચર્ચા છે કે, જો સત્તાધીશો આટલી પાયાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. તો તેઓ કયા વિકાસના દાવાઓ કરે છે? શું આ આક્ષેપો બાદ સત્તાધીશો માત્ર મૌન ધારણ કરશે કે પછી પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે કોઈ નક્કર પગલાં ભરશે? આ પ્રશ્નોનો જવાબ હવે વાગરા તાલુકાના લોકો માંગી રહ્યા છે.શું પ્રજાને સુવિધા મળી રહી છે? ઈમ્તિયાઝ પટેલે વીડિયો દ્વારા વાગરા તાલુકા પંચાયતની વાસ્તવિકતા દર્શાવી. : હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, જે મુદ્દાઓ ઈમ્તિયાઝ પટેલે ઉઠાવ્યા છે, તે વાગરા તાલુકાની પ્રજાની વાસ્તવિકતા દર્શાવે છે. જાહેર સ્થળોએ પાણીની વ્યવસ્થાનો અભાવ, મહિલાઓ માટે શૌચાલયની અછત, ગામડાઓમાં જોવા મળતી ગંદકી, અને વૃદ્ધો માટે વિસામાની વ્યવસ્થા ન હોવી જેવી પાયાની જરૂરિયાતોની અછત સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ મુદ્દાઓ માત્ર આક્ષેપ નથી, પરંતુ તાલુકાની પ્રજા રોજબરોજ જે સમસ્યાઓનો સામનો કરી રહી છે તેનું પ્રતિબિંબ છે. આ મુદ્દાઓ દર્શાવે છે કે, તાલુકા પંચાયત દ્વારા જાહેર સુવિધાઓ પૂરી પાડવામાં અને પ્રજાની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળતા જોવા મળી છે. હકીકતમાં સત્તાધીશોએ રાજકારણથી ઉપર ઉઠીને માત્ર પ્રજા હિત માટે કામ કરવું જોઈએ.ઈમ્તિયાઝ પટેલના આક્ષેપ બાદ વાગરાનું રાજકારણ ગરમાયું, પ્રજા હિતમાં કામ કરવાની માંગ. : તાલુકા પંચાયતનું મુખ્ય કાર્ય તાલુકાની પ્રજાને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું અને તેમના જીવનધોરણને સુધારવાનું છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાને બદલે સત્તાધીશોએ ઈમ્તિયાઝ પટેલે ઉઠાવેલા મુદ્દાઓને ગંભીરતાથી લેવા જોઈએ અને તેના નિવારણ માટે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. આખરે પ્રજાએ તેમને ચૂંટીને સત્તા સોંપી છે, અને તેમની જવાબદારી છે કે તેઓ પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીને વાસ્તવિક કામગીરી કરી બતાવે.વાગરા તાલુકા પંચાયત વિરુદ્ધ જાહેરમાં અવાજ ઉઠાવતા ખળભળાટ. : વધુમાં આ ઘટના એટલા માટે પણ ખાસ છે કારણ કે, આ કદાચ પ્રથમ વખત હશે જ્યારે કોઈ સામાજિક કાર્યકર કે રાજકીય અગ્રણી દ્વારા વાગરા તાલુકા પંચાયત વિરુદ્ધ આટલી સ્પષ્ટતાથી અને જાહેરમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હોય. સામાન્ય રીતે તાલુકા સ્તરના મુદ્દાઓ પર આ રીતે સીધા પ્રહારો થતા નથી. ઈમ્તિયાઝ પટેલ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓએ માત્ર સત્તાધીશોને જ નહીં. પરંતુ સમગ્ર તાલુકાના નાગરિકોને પણ વિચારવા મજબૂર કર્યા છે. કે શું તેમને મળતી સુવિધાઓ ખરેખર પૂરતી અને યોગ્ય છે કે કેમ? આ ઘટના ભવિષ્યમાં તાલુકાના વહીવટી તંત્રની કામગીરી સામે વધુ પ્રશ્નો ઊભા કરી શકે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *