Geo Gujarat News

ભરૂચ: દયાદરા પાસે ખનીજ માફિયાની દાદાગીરી: અધિકારીની ગાડી આગળ જ રેતી ઠાલવી દેતાં ખળભળાટ

રેતી ભરીને જતા હાઈવા ડમ્પરના ચાલકે ખનીજ અધિકારીઓને પડકાર ફેંક્યો. : ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓ કેટલી હદે બેફામ અને નિર્ભય બન્યા છે. તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીકથી સામે આવ્યો છે. અહીં ગેરકાયદેસર રીતે રેતી ભરીને જઈ રહેલા એક હાઈવા ટ્રક ચાલકે ખનીજ વિભાગના અધિકારીઓથી બચવા માટે તેમની સરકારી ગાડી આગળ જ રેતીનો જથ્થો ખાલી કરી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્ર અને જાહેર જનતામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

બેફામ ડમ્પર ચાલકનો વીડિયો વાયરલ, તંત્રની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા. : પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીકથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને એક હાઈવા ડમ્પર પસાર થઈ રહ્યું હતું. આ અંગે જાણ થતાં ખનીજ વિભાગના અધિકારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડમ્પર ચાલકે કાયદાનો કોઈ ડર રાખ્યા વિના અધિકારીઓની ગાડીના આગળ જ બેફામ રીતે રેતી ખાલી કરી નાખી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડમ્પર ચાલક પોલીસ કે સરકારી તંત્રનો કોઈ ભય રાખ્યા વિના પોતાનું કૃત્ય કરી રહ્યો છે.ખનીજ માફિયાઓની વધતી દાદાગીરી : આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે. કે ખનીજ માફિયાઓ કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓને પડકાર ફેંકી રહ્યા છે. તેઓ હવે માત્ર છુપાઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા નથી. પરંતુ જાહેરમાં અધિકારીઓને પણ ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી ઘટનાઓ તંત્રની કડક કાર્યવાહી સામે પણ સવાલો ઊભા કરે છે. જો ખનીજ માફિયાઓ આટલી હદે બેફામ બની ગયા હોય તો સામાન્ય નાગરિકોની શું સ્થિતિ હશે? આ ઘટના બાદ તંત્ર દ્વારા આવા બેફામ તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા જરૂરી છે. જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *