ભરૂચના નસરુદ્દીન પુરામાં ઇદે મિલાદનું ઐતિહાસિક જુલુસ, નાના બાળકોથી લઈ વડીલો સૌ જોડાયા. : ભાઈચારા અને શ્રદ્ધાના પર્વ ઇદે મિલાદની ભરૂચમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના નસરુદ્દીન પુરા વિસ્તારમાં આ પર્વ નિમિત્તે એક ઐતિહાસિક અને ભવ્ય જુલુસનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. આ જુલુસની સૌથી ખાસ વાત એ હતી કે, તે 1500 વર્ષ જૂની પરંપરાને અનુસરીને કાઢવામાં આવ્યું હતું, જેણે આ ઉજવણીમાં એક આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્પર્શ ઉમેર્યો હતો. જુલુસ મસ્જિદ ટ્રસ્ટના ઘર પાસેથી શરૂ થઈને ભરૂચના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સ્ટેશન સર્કલ ખાતે સમાપ્ત થયું હતું.
વરસાદ પણ ન રોકી શક્યો ઉત્સાહ, ભરૂચમાં ઇદે મિલાદની શાનદાર ઉજવણી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. : આકાશમાંથી વરસી રહેલા વરસાદની પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહ પર કોઈ અસર થઈ ન હોતી. નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સુધી સૌએ એકસાથે આ જુલુસમાં ભાગ લીધો હતો. રંગબેરંગી ઝંડાઓ, ધાર્મિક નારાઓ અને નાત શરીફના ખુશનુમા માહોલથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભરૂચ પોલીસની પ્રશંસનીય કામગીરી, ઈદ-એ-મિલાદના જુલુસમાં ચુસ્ત બંદોબસ્ત, શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી. : પોલીસ જવાનો ખડેપગે હાજર રહીને શાંતિ અને સલામતી જાળવી રહ્યા હતા જેના કારણે સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. આ ઉજવણીએ માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં પરંતુ ભરૂચના લોકો વચ્ચેની એકતા અને ભાઈચારાની ભાવનાને પણ ઉજાગર કરી હતી. વરસતા વરસાદમાં પણ આ પરંપરા જાળવીને સૌએ આ પર્વની ઉજવણીને વધુ યાદગાર બનાવી દીધી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com