Geo Gujarat News

આમોદ: નેશનલ હાઈવે 64 પર જીવનું જોખમ, ખાડામાં ટ્રક ફસાઈ, કાર ફસાઇ, ટ્રાફિક જામ, તંત્રની બેદરકારીએ પ્રજાને મુશ્કેલીમાં મૂકી

તંત્રની બેદરકારીના ખાડાઓમાં વિકાસ ડૂબી રહ્યો છે. : આમોદ નજીકનો નેશનલ હાઈવે 64 હવે ફક્ત એક રસ્તો નહીં, પરંતુ તંત્રની ઘોર બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે. ખાડાઓ, કાદવ અને કિચડથી ભરેલા આ માર્ગ પર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે, છતાં પણ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગવા તૈયાર નથી. ગતરોજ એક ટ્રક ખાડામાં ફસાતા એક કલાક સુધી વાહનવ્યવહાર થંભી ગયો હતો. અને ફરી એક વેગનઆર કારનો ભોગ લેવાયો.ભરાયેલા પાણીમાં છુપાયેલા ખાડા, પ્રજાની લાચારી! : આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી, પરંતુ પ્રજાના જીવ અને સંપત્તિ સાથે થતી ગંભીર રમત છે. જ્યારે તંત્રની બેદરકારી અને માર્ગના ખાડાઓથી પ્રજા પરેશાન છે, ત્યારે આમોદ પોલીસે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. ટ્રક ફસાવાના કારણે સર્જાયેલા એક કલાકના ટ્રાફિક જામ દરમિયાન પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ટ્રાફિકનું નિયમન કર્યું હતું. પોલીસની સમયસરની કામગીરી અને સતત પ્રયાસોથી માર્ગ ફરી રાબેતા મુજબ થયો હતો. પરંતુ આ માત્ર એક કામચલાઉ સમાધાન છે. પોલીસની મહેનત અને લોકોની પરેશાની ત્યારે જ ખતમ થશે. જ્યારે તંત્ર આ માર્ગનું કાયમી અને ગુણવત્તાસભર સમારકામ કરાવશે. માત્ર ટ્રાફિકનું નિયમન કરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. તંત્રની બેદરકારી સામે પોલીસની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે. પરંતુ તે પ્રજાની અપેક્ષાને પૂર્ણ કરી શકતી નથી.વારંવારની ઘટનાઓ, છતાં તંત્ર મૂકપ્રેક્ષક : આ કોઈ પહેલીવારની ઘટના નથી. અગાઉ પણ અનેક અકસ્માતો અહીં બની ચૂક્યા છે. મીડિયામાં વારંવાર અહેવાલો પ્રકાશિત થયા છે. કોંગ્રેસ સહિત સ્થાનિક પ્રજાએ આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે. અને વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે. કોંગ્રેસના નેતાઓએ તો અન્ન અને જળનો ત્યાગ કરીને આંદોલન પણ કર્યું હતું. જેના પરિણામે તંત્ર સફાળું જાગ્યું અને માર્ગના કાયમી સમાધાનની બાંહેધરી આપી હતી. પરંતુ તે બાંહેધરીઓ માત્ર શબ્દો બની રહી છે. હલકી ગુણવત્તાના સમારકામે પરિસ્થિતિ સુધારવાને બદલે વધુ ખરાબ કરી નાખી છે. આજે પણ માર્ગની હાલત “જેસે થે” જોવા મળી રહી છે, જાણે કે તંત્રને આ સમસ્યાથી કોઈ ફરક જ પડતો ન હોય.પ્રજાના અવાજની અવગણના: ક્યાં સુધી? : ઠેર-ઠેર ખુલ્લી ગટરો અને ખાડાઓથી ભરેલો આ માર્ગ વાહનચાલકો માટે મોતનો કુવો સાબિત થઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો અને વિરોધ છતાં તંત્રની ઊંઘ ઊડતી નથી. આ પરિસ્થિતિ દર્શાવે છે કે તંત્ર પ્રજાના અવાજને ગંભીરતાથી લેતું નથી. પ્રજાનો જીવ અને તેમનું આર્થિક નુકસાન તંત્ર માટે ગૌણ બની ગયા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે, જેથી કરીને પછી જાગે? આ માર્ગની સમસ્યાનું તાત્કાલિક અને કડક નિરાકરણ લાવવું અત્યંત આવશ્યક છે, નહીંતર આ માર્ગ પર ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે.સર્વત્ર સમસ્યા, જવાબદારી શૂન્ય, પ્રજાનો આક્રોશ, પણ તંત્રના કાને અવાજ પહોંચતો નથી. : બચ્ચો કા ઘર નજીકનો આ માર્ગ માત્ર વાહનચાલકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર માટે એક ગંભીર ખતરો બની ગયો છે. આ માર્ગની નજીકમાં જ શાળા, મદરેસા અને હોસ્પિટલ જેવી સંસ્થાઓ આવેલી છે. કલ્પના કરો કે, આ ખાડાઓ અને કાદવ-કીચડના કારણે જો કોઈ ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચવામાં મોડું થાય તો શું થાય? બાળકોને સ્કૂલે જતી વખતે કાદવમાં પડવું પડે કે અકસ્માતનો ભોગ બનવું પડે તો તેની જવાબદારી કોની? તંત્રની આ બેદરકારી માત્ર વાહનવ્યવહારને જ નહીં પરંતુ સ્થાનિક લોકોના જીવ અને આરોગ્યને પણ સીધી રીતે જોખમમાં મૂકી રહી છે. શું તંત્ર કોઈ ગંભીર દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે. જેથી પછી જાગે? આ માર્ગની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવું અત્યંત જરૂરી છે.વરસાદની મોસમ, ખાડાઓમાં પાણી, અને અકસ્માતનો ખતરો : ​ચોમાસાની ઋતુમાં આ માર્ગની હાલત વધુ કથળી છે. ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી તેની ઊંડાઈનો અંદાજ લગાવવો વાહનચાલકો માટે અત્યંત મુશ્કેલ બન્યો છે. પાણીથી ભરાયેલા આ ખાડાઓ છુપાયેલા જોખમો જેવા છે, જે કોઈ પણ ક્ષણે ગંભીર અકસ્માત સર્જી શકે છે. આ પરિસ્થિતિમાં વાહનચાલકો માટે રસ્તો ઓળખવો અને સલામત રીતે વાહન ચલાવવું લગભગ અશક્ય બની ગયું છે. તંત્રની બેદરકારીના કારણે વાહનચાલકોએ હવે રસ્તાઓ પર ભયના ઓથાર હેઠળ મુસાફરી કરવી પડી રહી છે. આ માર્ગ પર પડેલા ખાડાઓ માત્ર વાહનોને નુકસાન નથી પહોંચાડી રહ્યા, પરંતુ માનવજીવનને પણ સીધો ખતરો ઊભો કરી રહ્યા છે.વાહનચાલકોની વેદના, બેહરા તંત્રની બેદરકારી : વાહનચાલકોની વેદના આ બેહરું તંત્ર સાંભળતું જ નથી. દરરોજ આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો આ ખાડાઓ અને કાદવથી પીડાઈ રહ્યા છે. વાહનોને થતું નુકસાન, અકસ્માતનો ડર અને સમયનો વ્યય, આ બધી સમસ્યાઓ વાહનચાલકોની દૈનિક વેદના બની ગઈ છે. છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. માર્ગ સુધારવા માટે જે પૈસાનો ઉપયોગ થાય છે, તે પ્રજાના જ પૈસા છે, છતાં પણ તંત્ર પ્રજાની તકલીફોને અવગણીને હલકી ગુણવત્તાવાળા કામો કરી રહ્યું છે. વાહનચાલકોની આ વેદના ક્યાં સુધી ચાલુ રહેશે, તે એક ગંભીર સવાલ છે.એક તરફ ખાડા, બીજી તરફ કાદવ: વાહનચાલકોની કફોડી હાલત : આમોદનો આ માર્ગ વાહનચાલકો માટે એક મોટી મુસીબત બની ગયો છે. એક તરફ ફૂટ-ફૂટ જેટલા ઊંડા ખાડાઓ છે, જે વાહનોને નુકસાન પહોંચાડે છે અને અકસ્માતનું કારણ બને છે, તો બીજી તરફ વરસાદના કારણે સર્જાયેલું કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. આ બંને સમસ્યાઓના કારણે વાહનચાલકો કફોડી હાલતમાં મુકાયા છે. તેઓ ક્યાં જાય? ખાડાઓ ટાળવાનો પ્રયાસ કરે તો કાદવમાં ફસાય, અને કાદવથી બચવા જાય તો ઊંડા ખાડાઓમાં પડીને નુકસાન વેઠવાનો વારો આવે. આ પરિસ્થિતિમાં વાહનચાલકોની વેદના અને લાચારી સ્પષ્ટ દેખાઈ રહી છે. અને આ બેહરું તંત્ર તેમની વેદના સાંભળવા તૈયાર નથી.કોંગ્રેસને પણ લોલીપોપ!, તંત્રનો ખોખલો વાયદો : ​આ માર્ગની દુર્દશાએ તંત્રની રાજકીય બેદરકારી પણ છતી કરી છે. જ્યારે કોંગ્રેસે આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યું, ત્યારે તંત્રએ તેમને પણ “લોલીપોપ” આપીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. માર્ગના સમારકામની ખાતરી આપી, પરંતુ તે માત્ર એક ખોખલો વાયદો સાબિત થયો. જે સમારકામ થયું તે એટલું હલકી ગુણવત્તાનું હતું કે પરિસ્થિતિ ફરી “જેસે થે” થઈ ગઈ. આ દર્શાવે છે કે તંત્ર માટે રાજકીય વિરોધ પણ માત્ર એક ઔપચારિકતા છે, અને પ્રજાની વાસ્તવિક સમસ્યાઓનું સમાધાન કરવું તેની પ્રાથમિકતા નથી. આ કિસ્સો માત્ર માર્ગની દુર્દશાનો નહીં, પરંતુ રાજકારણમાં પ્રજાના મુદ્દાઓની અવગણનાનું પણ ઉદાહરણ પૂરું પાડે છે.ભારે વરસાદમાં ખુલ્લી ગટરો અને ભૂવા, પ્રજા જાય તો જાય ક્યાં? : ​વરસાદની મોસમમાં આમોદની પ્રજા માટે સમસ્યાઓનો પહાડ તૂટી પડ્યો છે. એક તરફ નેશનલ હાઈવે 64 પર ખાડા અને કાદવનું સામ્રાજ્ય છે, તો બીજી તરફ શહેરના આંતરિક વિસ્તારોમાં ખુલ્લી ગટરો, ભૂવા અને પાણીનો ભરાવો જોવા મળે છે. વાહનચાલકો અને રાહદારીઓ માટે આ રસ્તાઓ જીવલેણ બની રહ્યા છે. આ પરિસ્થિતિમાં પ્રજા કોને ફરિયાદ કરે અને શું ફરિયાદ કરે? તંત્રના જુદા જુદા વિભાગો એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે, અને પ્રજા બિચારી નિસહાય બનીને આ હાલાકી વેઠી રહી છે. શું આ લોકશાહીમાં પ્રજાના જીવ અને સુવિધાનું કોઈ મૂલ્ય નથી?ખાડાઓનો માર્ગ, પાણીનો જમાવડો, વાહનચાલકોની વેદના ક્યારે પૂરી થશે? : તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ આ જ માર્ગ પરથી પસાર થતા હશે, છતાં પણ તેમને આ રસ્તાની દુર્દશા કેમ દેખાતી નથી તે મોટો સવાલ છે. શું તેમને આ ખાડાઓ અને કાદવ-કીચડની અવગણના કરવાનું કહેવામાં આવ્યું છે? કે પછી તેઓ આ રસ્તા પરથી એટલી ઝડપે પસાર થાય છે કે તેમને વાહનચાલકોની વેદના દેખાતી જ નથી? આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે સત્તા પર બેઠેલા લોકો અને પ્રજા વચ્ચે મોટું અંતર છે. જો આ રસ્તા પર કોઈ VIPનો કાફલો ફસાઈ જાય, તો રાતોરાત તેનું સમારકામ થઈ જાય. પરંતુ સામાન્ય પ્રજાની વેદના તેમની માટે કોઈ મહત્વ ધરાવતી નથી. આ એક કડવી વાસ્તવિકતા છે કે જ્યાં સુધી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને અંગત રીતે તકલીફ ન પડે, ત્યાં સુધી તેઓ પ્રજાની સમસ્યાઓને ગંભીરતાથી લેતા નથી. આ કિસ્સો માત્ર માર્ગની બેદરકારીનો નહીં, પરંતુ સરકારી તંત્ર અને નેતાઓની ઉદાસીનતાનો પણ બોલતો પુરાવો છે.વિકાસના દાવા, જમીન પર હાહાકાર, ટેકનોલોજીની વાતો નિરર્થક! : અને આ બધાની વચ્ચે, તંત્ર “ડિજિટલ ઈન્ડિયા” અને “ટેક્નોલોજી-સંચાલિત શાસન”ની વાતો કરે છે. એક તરફ સરકાર ટેકનોલોજીની હુળબાંગો ફૂંકીને વિકાસના મોટા મોટા દાવાઓ કરે છે, પરંતુ બીજી તરફ જમીની વાસ્તવિકતા અલગ જ છે. અહીં લોકો પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ કરાયેલી ફરિયાદો ક્યાંય ગુમ થઈ જાય છે, અને સમસ્યાઓનું નિરાકરણ થતું નથી. આ પોકળ દાવાઓ અને તૂટેલા રસ્તાઓ વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ દર્શાવે છે કે, તંત્ર માટે ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર પ્રચાર પૂરતો સીમિત છે, પ્રજાના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે નહીં.વિકાસના વાયદાઓ પોકળ, ખાડાઓ અને કાદવના સામ્રાજ્યમાં ડૂબેલું આમોદ : અલબત્ત, આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી પહેલી અને મોટી જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓએ માત્ર નિવેદનો આપવાને બદલે સક્રિયપણે આ સમસ્યાના ઉકેલ માટે કામ કરવું જોઈએ. તેમણે તાત્કાલિક લાગતા-વળગતા વિભાગો સાથે બેઠક યોજીને માર્ગનું સમારકામ ઝડપી કરાવવું જોઈએ. પ્રજાએ જે વિશ્વાસ સાથે તેમને ચૂંટ્યા છે, તે વિશ્વાસને સાચવવાની અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની તેમની ફરજ છે. જો તેઓ આ ફરજ નિભાવવામાં નિષ્ફળ જશે, તો પ્રજાનો વિશ્વાસ ડગમગી જશે.પ્રજા કોને ફરિયાદ કરે? સવાલ છે, જવાબ નહીં : આ એક એવો સવાલ છે, જેનો જવાબ કોઈની પાસે નથી. પ્રજા આ રસ્તાની દુર્દશા માટે કોને જવાબદાર ગણે? શું ફરિયાદ પાલિકાને કરવી? કે રોડ અને બિલ્ડિંગ વિભાગ (R&B)ને? કે પછી PWD (પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ)ને? કે પછી ચૂંટણી સમયે મોટા મોટા વાયદા કરતા નેતાઓને? દરેક વિભાગ અને દરેક નેતા પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે, અને આખરે પ્રજા આ બધી સંસ્થાઓ વચ્ચે નિસહાય બનીને પીડાઈ રહી છે. આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે, જવાબદારી કોની છે તે નક્કી જ નથી, અને આ “કોઈની જવાબદારી નથી” એવા વલણનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે.યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *