આમોદનો હાઈવે નંબર 64 પર ‘ખાડા રાજ’નો અંત આવતો નથી. ફરી એકવાર આ માર્ગ પરના મોટા ખાડામાં એક કાર ફસાઈ ગઈ હતી, જેને જેસીબી મશીનની મદદથી માંડ બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે. છેલ્લા ઘણા સમયથી આ હાઈવે અતિબિસ્માર બન્યો છે. વાહનચાલકો માટે આ રસ્તો જીવલેણ બની ગયો છે. અને અહીં રોજ અકસ્માતો સર્જાય છે. સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર જાણે કુંભકર્ણની ઊંઘમાં હોય તેમ કોઈ કાર્યવાહી કરતું નથી. આ ઘટના બાદ સ્થાનિકોએ જણાવ્યું કે આ રસ્તો હવે મોતનો કૂવો બની ગયો છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે. જો તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com