વાગરા સ્થિત જાણીતા ડિજિટલ સમાચાર પત્ર અને ન્યૂઝ ચેનલ ‘ડિજિટલ યુગ ડેઇલી ન્યૂઝ’ એ તેની સ્થાપનાના ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ સિદ્ધિ બદલ GEO GUJARAT NEWS પરિવાર તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે.
આજકાલના ડિજિટલ યુગમાં, ‘ડિજિટલ યુગ ડેઇલી ન્યૂઝ’ એ ઝડપી અને સચોટ સમાચાર પૂરા પાડીને પોતાની એક આગવી ઓળખ બનાવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્લેટફોર્મે વાગરા સહિત સમગ્ર વિસ્તારના લોકો સુધી તાજા અને વિશ્વસનીય સમાચાર પહોંચાડીને લોકચાહના મેળવી છે. તેની આ સફર ઘણી સફળ અને પ્રેરણાદાયક રહી છે.
‘ડિજિટલ યુગ’ની આ સિદ્ધિને બિરદાવતા, GEO GUJARAT NEWS પરિવારે જણાવ્યું કે, ડિજિટલ પત્રકારત્વના ક્ષેત્રમાં ‘ડિજિટલ યુગ’ની સેવાઓ પ્રશંસનીય છે. બંને સંસ્થાઓ ડિજિટલ માધ્યમથી લોકોને સાચા સમાચાર પૂરા પાડવાના ઉમદા કાર્યમાં સહયોગી છે. આ પ્રસંગે GEO GUJARAT NEWS પરિવાર ‘ડિજિટલ યુગ’ના તંત્રી સદ્દામ બી. ભટ્ટીને તેમના નેતૃત્વ અને દૂરંદેશી માટે ખાસ અભિનંદન પાઠવે છે. તેમના માર્ગદર્શન હેઠળ જ ‘ડિજિટલ યુગ’ આટલી સફળતા હાંસલ કરી શક્યું છે.
આ સિવાય, ‘ડિજિટલ યુગ’ની આ સિદ્ધિ બદલ સમગ્ર વાગરા મીડિયા પરિવારે પણ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સ્થાનિક પત્રકારત્વના ક્ષેત્રમાં તેમની સેવાઓને બિરદાવતા, અન્ય મીડિયા સંસ્થાઓએ પણ ‘ડિજિટલ યુગ’ સાથે ખભેખભો મિલાવીને કામ કરવાની ભાવના વ્યક્ત કરી હતી.
આ સિદ્ધિ બદલ, ‘ડિજિટલ યુગ ડેઇલી ન્યૂઝ’ પર ચોમેરથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે. વાગરાના રાજકીય, સામાજિક અને મીડિયા ક્ષેત્રના અગ્રણીઓએ ટીમના અથાગ પ્રયાસો અને તટસ્થ પત્રકારત્વને બિરદાવ્યા છે. આ સન્માન દર્શાવે છે કે સાચા અને વિશ્વસનીય સમાચાર પૂરા પાડવાનું તેમનું કાર્ય લોકોના દિલ જીતવામાં સફળ રહ્યું છે. ચોથા વર્ષમાં પ્રવેશ સાથે, ‘ડિજિટલ યુગ ડેઇલી ન્યૂઝ’ની સમગ્ર ટીમે ભવિષ્યમાં પણ તટસ્થ અને સાચી પત્રકારિતા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, અને આ માધ્યમ દ્વારા સમાજને સતત ઉપયોગી માહિતી પૂરી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com