Geo Gujarat News

વાગરા: ડેપો સર્કલ નજીકની ત્રણ દુકાનો તસ્કરોના નિશાને, ચિકન સેન્ટરમાંથી હજારોની મત્તા ચોરાઈ, વેપારીઓમાં ભયનો માહોલ.

વાગરાના ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે. તસ્કરોએ એક મોબાઇલની દુકાનનું તાળું તોડ્યું હતું, પરંતુ અંદર બીજો દરવાજો હોવાથી તેઓ ચોરી કરી શક્યા નહોતા. જ્યારે અન્ય બે દુકાનોમાં પાછળથી પતરા ખોલીને ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોરોએ મોબાઇલની દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંદર બીજો લોકવાળો દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા હતા. આથી દુકાનનું નુકસાન થયું હોવા છતાં કોઈ વસ્તુ ચોરાઈ નથી.આ ચોરીનો ભોગ બનેલી એક દુકાન ચિકન સેન્ટરની હતી. તસ્કરોએ પાછળથી પતરું ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. અને દુકાનમાંથી હજારોની મત્તા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તસ્કરોએ અન્ય એક દુકાનમાં પણ પાછળથી પતરું કાપીને પ્રવેશ કર્યો હતો. હાલ આ દુકાનમાંથી શું ચોરાયું છે. તેની વિગતો જાણવા મળી નથી. કારણ કે દુકાન માલિકો દ્વારા હજુ તપાસ ચાલી રહી છે. વેપારીઓ દ્વારા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે અને આરોપીઓને વહેલી તકે પકડી પાડવાની માંગ કરવામાં આવી રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *