મહિસાગર જિલ્લામાં “નલ સે જલ” યોજનામાં થયેલા 123 કરોડના મહાકૌભાંડમાં CID ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. બાલાસિનોરના જયંતીભાઈ હીરાભાઈ પટેલ નામના આ કોન્ટ્રાક્ટરે 2.60 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. CID ક્રાઈમે તેમને કઢૈયા ગામ ખાતેથી ઝડપી પાડ્યા છે.
આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પાંચ કોન્ટ્રાક્ટરો અને ચાર સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. CID ક્રાઈમ આ મામલે સઘન તપાસ કરી રહી છે, જેના કારણે અન્ય સંડોવાયેલા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા બે દિવસમાં CID ક્રાઈમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી જયંતી પટેલ દ્વારા મહિસાગર જિલ્લાના પાંચ તાલુકાના લગભગ 30 ગામોમાં આ ગેરરીતિ આચરવામાં આવી હતી. આ કૌભાંડ અંગે વાસમો (VASMO) કચેરી દ્વારા તેમને રિકવરી માટેની નોટિસ પણ પાઠવવામાં આવી હતી. આ ધરપકડ બાદ જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે, અને લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓની પણ ધરપકડ થાય તેવી આશા રાખી રહ્યા છે.
જમીલા દિવાન, મહિસાગર
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com