Geo Gujarat News

ઝઘડિયા: ઈન્દોરમાં ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન, ઉમલ્લાના PI વાઘેલાએ રક્તદાન કરી માનવતા મહેકાવી

ઝઘડિયા તાલુકાના ઇન્દોર સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા અને ઉમલ્લા પોલીસ મથકના પી.આઈ. કે.એમ. વાઘેલા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું આયોજન ડૉ. મોઇનુદ્દીન સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના પુત્રની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રિતેશ વસાવાએ લોકોને રક્તદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે આહવાન કર્યું હતું. ઉમલ્લા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એમ. વાઘેલાએ રક્તદાન સાથે જોડાયેલી કેટલીક ગેરમાન્યતાઓ વિશે વાત કરી અને લોકોના મનમાંથી ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પોતે રક્તદાન કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. ફૈઝ યંગ સર્કલના યુવાનો અને યુવતીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત અને કટોકટીના સમયે જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડવાનો હતો. આયોજકોએ જણાવ્યું કે, રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે જે કોઈ પણ કિંમતથી ખરીદી શકાતી નથી, પરંતુ રક્તદાન દ્વારા તે મેળવી શકાય છે. આ પ્રકારના સમાજસેવાનાં કાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કાદર ખત્રી, ઝઘડિયા

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *