Geo Gujarat News

વાગરા: ભેરસમ-કોઠીયા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગર પોલીસ ગિરફ્તમાં, ૧૬,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત

વાગરા પોલીસે દારૂબંધીના કડક અમલ માટેની કાર્યવાહી વધુ તેજ કરી છે. વાગરા પોલીસે ભેરસમ-કોઠીયા રોડ પર આવેલા તળાવ નજીકથી બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં બે સ્થાનિક બુટલેગરને પણ ઝડપી લેવામાં આવ્યા છે, જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ભેરસમ-કોઠીયા રોડ પર આવેલા તળાવ પાસે કેટલાક ઈસમો વિદેશી દારૂનો છૂટક વેપાર કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવી અને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી બે ઈસમો જેમાં રઘુ રમેશ વસાવા અને કરણ ગોપાલ વસાવા, રહે, કોઠીયાને દબોચી લીધા હતા.પોલીસે આ બંને આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી ૧૮૦ મિલીની કુલ ૫૭ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ૬,૯૦૦ થાય છે. આ ઉપરાંત પોલીસે આ બંને ઈસમો પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ૧૦,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આમ, પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ૧૬,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કાર્યવાહીને કારણે દારૂનો વેપાર કરતા અસામાજિક તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *