Geo Gujarat News

વાગરા: ડેપો સર્કલ નજીક ચિકન શોપ ફરી તસ્કરોના નિશાને, ચોરીનો નિષ્ફળ પ્રયાસ, જાણભેડુ ચોર હોવાની શંકા.

ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો પરંતુ વારંવારની ઘટનાઓએ વેપારીઓની ઊંઘ હરામ કરી : વાગરા ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી એક ચિકન શોપ ફરી એકવાર તસ્કરોના નિશાને આવી છે. આ વિસ્તારમાં ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. જેના કારણે વેપારી આલમમાં ભયનો માહોલ ફેલાયો છે.

ચોરીનો વારંવાર પ્રયાસ, તસ્કરોનો નિષ્ફળ મનસૂબો : પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય માર્ગ પર આવેલી આ ચિકન શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી. અંધારાનો લાભ લઈને ચોરોએ દુકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ અગમ્ય કારણોસર કે જાગૃતિને કારણે તેમનો ચોરીનો મનસૂબો સફળ થયો ન હોતો અને તેઓ ખાલી હાથે ભાગી છૂટ્યા હતા. દુકાનમાં કોઈ મોટું નુકસાન થયું નથી. પરંતુ ચોરીના પ્રયાસથી વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.ચોર જાણભેડું હોવાની વેપારીઓને શંકા : આ બનાવમાં સૌથી ગંભીર બાબત એ છે કે, વેપારીઓને શંકા છે કે ચોરીનો પ્રયાસ કરનાર ઈસમ આ વિસ્તારથી જાણભેડું હોઈ શકે છે. મુખ્ય માર્ગ પર આવેલી એક જ દુકાનને વારંવાર નિશાન બનાવવામાં આવતી હોવાથી વેપારીઓ માની રહ્યા છે કે ચોરને દુકાનના સ્થાન, માળખું અને સંચાલન વિશેની માહિતી હોઈ શકે છે. આ શંકાને કારણે સ્થાનિક વેપારીઓની સુરક્ષાની માંગણી વધુ પ્રબળ બની છે.વેપારીઓમાં રોષ, પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ : ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફના આ મુખ્ય માર્ગ પર વારંવાર ચોરી કે ચોરીના પ્રયાસો થવાથી સ્થાનિક વેપારીઓમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ વેપારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. વેપારીઓએ પોલીસ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે, આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે અને ચોરીનો પ્રયાસ કરનાર જાણભેડુ ચોરને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જેથી ધંધા-રોજગાર સાથે જોડાયેલા લોકો શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરી શકે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.