Geo Gujarat News

વાગરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી

લાંબા સમયના વિરામ બાદ આખરે વાગરા પંથક પર મેઘરાજા મહેરબાન થયા છે. આજે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેના પગલે સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી વાગરા સહિત આસપાસના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રસ્ત હતા. ત્યારે આ ધોધમાર વરસાદથી રાહત મળી છે. વરસાદનું જોર એટલું હતું કે, થોડીક જ ક્ષણોમાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.