Geo Gujarat News

ભરૂચના આદર્શ હોસ્પિટલના માલિક ડૉ.ધીરજ સાઠે વિરુદ્ધ ગંભીર આક્ષેપો, દર્દીના સગાને ગાળો આપી ધમકી આપી હોવાનો આક્ષેપ

ભરૂચ શહેરની આદર્શ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીના સગા સાથે હોસ્પિટલના જ માલિક ડૉ.ધીરજ સાઠેએ ગંભીર દુર્વ્યવહાર કર્યો હોવાનો અને અભદ્ર ભાષામાં ગાળો આપી ધમકી આપી હોવાનો સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાજીદ અહમદ સૈદા નામના વ્યક્તિએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવા માટે અરજી આપી છે.પ્રાપ્ત માહિતી અનુસાર સાજીદ અહમદ સૈદાના ઓળખાણવાળા એક બહેન હાલમાં ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દર્દીના હાલચાલ જાણવા માટે જ્યારે સાજીદ અહમદ સૈદાનાઓએ હોસ્પિટલના માલિક ડૉ.ધીરજ સાઠેનો સંપર્ક કર્યો હતો. ત્યારે સ્થિતિ વધુ વણસી હતી. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, શરૂઆતમાં ડૉક્ટરે દર્દીની હાલત સારી હોવાનું જણાવ્યું હતું. પરંતુ જ્યારે દર્દીની તબિયત સારી ન હોવાનું જણાવી સગા દ્વારા દર્દીને રજા આપવા બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે ડૉ.ધીરજ સાઠે એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. અને તમને કોણે ફોન કરવાની ઓથોરિટી આપી? તેમ કહીને તકરાર શરૂ કરી દીધી હતી. જ્યારે ફરિયાદીએ વિનંતી કરી કે, તેઓ દર્દીના ઓળખાણમાં છે. અને હોસ્પિટલમાં દર્દીના હાલચાલ પૂછવાનો તેમનો અધિકાર છે. ત્યારે ડોક્ટરે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. અરજી મુજબ ડૉ.ધીરજ સાઠેએ ફરિયાદીને મા-બેન સમાની અત્યંત અભદ્ર ગાળો આપી હતી. જે બાદ ફરિયાદીએ તેમને ડોક્ટર તરીકે આવા વર્તન અંગે સવાલ કર્યો તો તેઓ વધુ ઉશ્કેરાયા અને જોર જોરથી ગાળો બોલવા લાગ્યા હોવાનો આરોપ કરાયો છે. આ ઉપરાંત તેમણે ધમકી આપતાં કહ્યું હતું કે, એક બાપની ઓલાદ હોય તો મારા હોસ્પિટલમાં પગ મૂકીને બતાવ. આમ ડોક્ટરે દર્દીના સગા સાથે અભદ્ર ભાષામાં વાત કરી અને ધમકી આપી હતી કે, જો તેઓ તેમના દર્દીને ડિસ્ચાર્જ કરવા જશે તો તેમને માર મારવામાં આવશે. ફરિયાદી સાજીદ અહમદ સૈદાએ પોલીસને નમ્ર અરજ કરી છે. કે આદર્શ હોસ્પિટલના માલિક ડૉ.ધીરજ સાઠે વિરુદ્ધ તેમની ગેરવર્તણૂક અને ધમકી બદલ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. એક બાજુ જ્યાં ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યાં આ પ્રકારનું ગેરવર્તન ચિંતાનો વિષય છે. પોલીસે આ મામલે સત્વરે યોગ્ય તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.આદર્શ હોસ્પિટલના માલિક ડૉ.ધીરજ સાઠેનું આ કૃત્ય માત્ર ગેરવર્તણૂક નથી. પરંતુ ડોક્ટરના પવિત્ર વ્યવસાય પરનું કલંક છે. દર્દીના સગાને માત્ર હાલચાલ પૂછવા બદલ તમને કોણે ઓથોરિટી આપી તેમ કહી ધૂતકારવું, મા.. બેન સ..ની જેવી અભદ્ર ગાળો આપવી, અને હોસ્પિટલમાં ફરી પગ મૂકશો તો મારી નાખવાની ખુલ્લી ધમકી આપવી આ તમામ કૃત્યો દર્શાવે છે કે, સત્તાના મદમાં આ ડોક્ટરે માનવતા અને કાયદાનું સન્માન સદંતર ભૂલાવ્યું છે. ફરિયાદી સાજીદ અહમદ સૈદાએ પોલીસને કડક અરજ કરી છે કે, આ સમાજ માટે જોખમી બની શકે તેવા ડૉક્ટર વિરુદ્ધ તાત્કાલિક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. પ્રશ્ન એ છે કે, શું ભરૂચની હોસ્પિટલોમાં દર્દીના સગાને આ રીતે માર મારવાની કે ગાળાગાળી કરવાની ધમકી આપવી એ હવે નવો આદર્શ બની રહ્યો છે? પોલીસ તંત્રએ આ ગંભીર ફરિયાદને ત્વરિત ધ્યાનમાં લઈને કાયદાનો ડંડો ઉગામવો પડશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.