બોટાદ જિલ્લામાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મેળવવા માટે ચલાવવામાં આવેલી લડત પર પોલીસે કરેલા અમાનુષી અત્યાચારને આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ શાસનનો કાળો દિવસ ગણાવ્યો છે. બોટાદ એપીએમસી માર્કેટ યાર્ડમાં ચાલી રહેલી કરડા પ્રથા (કમિશનખોરો અને વેપારીઓ દ્વારા રીંગ બનાવીને ખેડૂતની જણસને લૂંટવાની પ્રથા) સામે સ્થાનિક ખેડૂતોના આક્રોશને વાચા આપવા માટે AAPના કિસાન નેતા રાજુ કપરાડાના નેતૃત્વમાં જંગી વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો સાથે પહોંચેલા રાજુ કપરાડાએ કરડા પ્રથા નાબૂદ કરવાની લેખિત ખાતરીની માંગ કરી હતી. વહીવટદારોએ મૌખિક વાત સ્વીકારી, પરંતુ લેખિતમાં આપવાની ના પાડતાં કપરાડા હજારો ખેડૂતો સાથે રાત્રે યાર્ડમાં જ બેસી ગયા. વહીવટીતંત્રએ મધરાત્રે, એટલે કે રાત્રે ત્રણ વાગ્યે, પોલીસ બળનો ઉપયોગ કરીને રાજુ કપરાડાને ઉઠાવી લીધા અને તેમને હાઉસ એરેસ્ટ કર્યા. આ પગલાંના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મહાપંચાયતની જાહેરાત કરી હતી.
બોટાદ માર્કેટ યાર્ડથી દૂર હળવદ ગામે મહાપંચાયત યોજવામાં આવી હતી. AAP નો આરોપ છે કે અહીં પહેલેથી જ તૈયાર બેઠેલા ભાજપના ગુંડાઓએ ભગદડ મચાવી, જેના બહાને પોલીસે ખેડૂતો પર આડેધડ લાઠીચાર્જ કર્યો. આટલેથી ન અટકતાં, પોલીસે હળવદ ગામમાં ઘૂસીને બંધ દરવાજા ખખડાવી માતાઓ અને બહેનો સાથે પણ અશોભનીય વ્યવહાર કર્યો હોવાના ગંભીર આક્ષેપો છે. પોલીસે આ સમગ્ર ઘટનાક્રમમાં ૨૫૦ નિર્દોષ ખેડૂતોની ધરપકડ કરીને લોકશાહીના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે.
AAP એ ભાજપ શાસન પર સીધો પ્રહાર કરતાં જણાવ્યું કે, સરકારનું મૂળ કામ લૂંટારાઓથી જનતાનું રક્ષણ કરવાનું છે, પરંતુ ભાજપ સરકાર બોટાદ માર્કેટ યાર્ડના લૂંટારાઓ (કરડા પ્રથા ચલાવનારાઓ) ને ખુલ્લેઆમ રક્ષણ આપી રહી છે, જ્યારે લૂંટનો ભોગ બનનાર ખેડૂતો પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. કાયદાના ધોરણો પર પણ સવાલ ઉઠાવતા AAP એ કહ્યું કે, ભાજપની રેલીઓમાં કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય તો પણ તેમને પરવાનગી લેવાની જરૂર પડતી નથી, જ્યારે આમ આદમી પાર્ટીને ખેડૂતોના સમર્થન માટે પરવાનગી લેવી પડે છે, અને તે પણ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી નથી. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતો પરના આ અમાનુષી અત્યાચારને ભાજપ શાસનનો કાળો દિવસ તરીકે ગણાવ્યો છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ ઘટનાથી બોટાદ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ભાજપ સરકાર સામેનો આક્રોશ વધુ વધશે. આ ઘટનાના વિરોધમાં આજરોજ વાગરા ખાતે યાકુબ ગુરજીની આગેવાનીમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં aap ના કાર્યકરો જોડાયા હતા.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com