પર્યાવરણની જાળવણી અને વીજળીના ખર્ચમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે સાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને PPG એશિયન પેઇન્ટ્સ દ્વારા એક ઉત્તમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ કરવામાં આવી છે. આ બંને સંસ્થાઓના સહયોગથી વાગરા તાલુકાની ત્રણ મુખ્ય સરકારી સંસ્થાઓમાં સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે, જેના કારણે આ સંસ્થાઓ હવે ગ્રીન એનર્જીથી પ્રકાશિત થશે. જે સંસ્થાઓમાં આ સોલાર સિસ્ટમ્સનું સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. તેમાં મામલતદાર કચેરી વાગરા, વાગરા પોલીસ સ્ટેશન, અને પ્રાથમિક કન્યા શાળા વાગરાનો સમાવેશ થાય છે. આ સોલાર પેનલ્સ હવે આ કચેરીઓ અને શાળાને વીજળી પૂરી પાડશે, જેનાથી વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સંસ્થાઓની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટશે.
આ ઉમદા કાર્ય બદલ ત્રણેય સંસ્થાઓના વડાઓ અને કર્મચારીઓએ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મામલતદાર કચેરીના અધિકારીઓએ જણાવ્યું કે વીજ વપરાશમાં રાહત મળવાથી બચાવેલા નાણાંનો ઉપયોગ લોકકલ્યાણના અન્ય કાર્યોમાં થઈ શકશે. વાગરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સતત વીજ પુરવઠો મળવાના ફાયદા પર ભાર મૂક્યો, જે આવશ્યક સેવાઓ માટે અનિવાર્ય છે. જ્યારે પ્રાથમિક કન્યા શાળાના શિક્ષકે ખાસ ઉલ્લેખ કર્યો કે ગ્રીન એનર્જીના ઉપયોગથી વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણનો જીવંત પાઠ મળશે અને શાળા સંચાલનને વધુ સુદૃઢ બનાવી શકાશે. સાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને PPG એશિયન પેઇન્ટ્સનું આ CSR કાર્ય સ્થાનિક વહીવટી તંત્રને ટેકો આપવા અને ટકાઉ વિકાસના લક્ષ્યો તરફ આગળ વધવા માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com