જંબુસર સ્થિત પ્રતિષ્ઠિત નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્ર સિંહ ઠાકોરએ પવિત્ર દિવાળીના તહેવાર અને વિક્રમ સંવત ૧૦૮ના નવા વર્ષના આગમન નિમિત્તે શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે. આચાર્ય હિતેન્દ્ર સિંહ ઠાકોરે તેમના શુભ સંદેશમાં જણાવ્યું હતું કે, દિવાળી એ માત્ર રોશનીનો તહેવાર નથી, પણ તે અજ્ઞાન પર જ્ઞાનના પ્રકાશનો, નિરાશા પર આશાના વિજયનો સંદેશ આપે છે. હું પ્રાર્થના કરું છું કે આ દિવાળી સૌના જીવનમાં નવીન ઊર્જા, સુખ અને શાંતિ લઈને આવે. આચાર્યએ ખાસ કરીને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, રજાઓના આ સમયમાં તમે ઉત્સાહથી તહેવારની ઉજવણી કરો, પરંતુ સાથે સાથે સંસ્કાર અને જ્ઞાનનું મહત્વ ન ભૂલશો. નવા વર્ષે તમે નવા લક્ષ્યો નક્કી કરો અને તેને સિદ્ધ કરવા માટે નિષ્ઠાપૂર્વક મહેનત કરો. તમારા જીવનમાં જ્ઞાનનો દીપક હંમેશા પ્રજ્વલિત રહે. તેમણે વાલીઓને પણ અપીલ કરી હતી કે આ તહેવારો દરમિયાન તેઓ પોતાના બાળકોને સંસ્કૃતિ અને પરંપરાઓનું મહત્વ સમજાવે અને તેમની સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરે.
વિક્રમ સંવત ૧૦૮ના નવા વર્ષ નિમિત્તે આચાર્યશ્રીએ સૌના ઉત્તમ સ્વાસ્થ્ય, પ્રગતિ અને સફળતાની કામના કરી હતી. તેમણે કહ્યું કે, નવું વર્ષ નવ સંકલ્પો અને નવ વિચારો સાથે જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે. નવયુગ વિદ્યાલય હંમેશા શિક્ષણ અને સંસ્કાર દ્વારા સમાજમાં જ્યોત પ્રગટાવવાનું કાર્ય કરતું રહેશે. આચાર્ય હિતેન્દ્ર સિંહ ઠાકોરની આ શુભકામનાઓથી શાળા પરિવારમાં અને જંબુસરના શૈક્ષણિક જગતમાં હર્ષ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com