Geo Gujarat News

વાગરા-ઓરા કેનાલ માર્ગ પર કાર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું કરુણ મોત, એક ઘાયલ

​વાગરાથી ઓરાને જોડતા કેનાલ માર્ગ પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ઘટના અર્ટિગા કાર અને મોટરસાઇકલ વચ્ચેની સામસામેની જોરદાર ટક્કરના કારણે થઈ હતી. જેના પરિણામે મોટી જાનહાનિ થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, ટક્કર થતા જ મોટરસાઇકલ ચાલક ઇસમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે મોટરસાઇકલ પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી, કાયદેસરની પ્રક્રિયા અનુસાર પોસ્ટમોર્ટમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, કાર ચાલકની બેદરકારી હતી કે કેમ, અને અકસ્માતના અન્ય કારણો જાણવા માટે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વાગરા પોલીસે સમયસર પહોંચીને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મૃતદેહને પીએમ અર્થે ખસેડવો અને ઇજાગ્રસ્તને સારવાર માટે મોકલવાનો સમાવેશ થાય છે. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અકસ્માતની આ ચોક્કસ જગ્યા આમોદ પોલીસ સ્ટેશનની હદમાં આવતી હતી. આથી, વાગરા પોલીસે જરૂરી પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, અકસ્માત સંબંધિત વધુ અને કાયદેસરની તપાસની કાર્યવાહી આમોદ પોલીસ સ્ટેશન તરફથી હાથ ધરાશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.