ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા જીલ્લા અને જીલ્લા બહારના નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દહેજ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી રાહુલ સુરેશ રાઠોડ રહે. દહેજ, ટાવર ફળીયુ, તા. વાગરાને દહેજ હદ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આ આરોપી ચાર માસથી પોલીસ પકડથી ભાગી રહ્યો હતો. આરોપી સામે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા પ્લાસ્ટીકની થેલીમાં ભરેલા બીયર ફૂલ નંગ-૧૭૬૩ મળી કુલ ૨,૬૫,૩૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયેલ પ્રોહીબીશનના ગુનામાં વોરંટ હતું. બાતમી મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com