વાગરા તાલુકાના કડોદરા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું ઉદ્ઘાટન વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી ફતેહસિંહ, સરપંચ, પંચાયત સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ધારાસભ્ય રણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આધુનિક સુવિધાઓ ધરાવતા પંચાયત ભવનથી ગ્રામ્ય વહીવટ વધુ કાર્યક્ષમ બનશે. ગામજનોમાં નવા પંચાયત ભવનના લોકાર્પણને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ અંતે રાષ્ટ્રગીત સાથે વિધિવત સમાપન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ ધારાસભ્ય અરુણસિંહ રણાએ કડોદરા ગામના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં વધુ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગ્રામપંચાયત ગામના વિકાસનું હ્રદય છે અને આ નવું ભવન ગ્રામજનો માટે સક્રિય પ્રશાસન અને સુચારુ સેવા આપવાનું કેન્દ્ર બનશે. કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો તથા યુવાનો દ્વારા ગામના વિકાસ માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com