Geo Gujarat News

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડનું સફળ ઓપરેશન: ધાડ-લૂંટના ગુનામાં છેલ્લા ૩૦ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને દાહોદથી ઝડપી પાડ્યો

ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજની સૂચનાના અનુસંધાને પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચે એક મોટી સફળતા હાંસલ કરી છે. છેલ્લા ત્રીસ વર્ષથી ધાડ અને લૂંટના ગંભીર ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને દાહોદ જિલ્લાના ચાકલિયા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પેરોલ ફર્લો જમ્પ આરોપીઓ અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે પો.સબ.ઇન્સ. આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ આ દિશામાં પ્રયત્નશીલ હતી. આ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વર શહેર એ.ડીવી. પો.સ્ટે.ના ધાડ-લૂંટના ગુનામાં છેલ્લા ૩૦ વર્ષથી ફરાર લીસ્ટેડ આરોપી પારસીંગ ધીરા ડામોર રહે. જુના ચાકલિયા, તા. ઝાલોદ, જી. દાહોદ હાલ તેના ઘરે આવેલો છે. બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તાત્કાલિક દાહોદ જિલ્લાના ચાકલિયા ખાતે તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી પારસીંગ ધીરા ડામોરને તેના રહેણાંક જુના ચાકલિયા ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. અને આરોપીને વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર એ.ડીવી. પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.પકડાયેલ આરોપી પારસીંગ ધીરા ડામોરનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે. તે મુખ્યત્વે ધાડ અને લૂંટના ગુનાઓમાં સંડોવાયેલો છે. આ સફળ કામગીરી પો.સબ.ઇન્સ. આર.એસ. ચાવડા, હે.કો. ભોપાભાઇ ગફુરભાઇ ભૂંડિયા, પો.કો. શામજીભાઇ કોળચાભાઇ ભીલ, પો.કો. સરફરાજ મહેબુબ ગોહીલ, પો.કો. અનિલભાઇ દિતાભાઇ કટારા અને હે.કો. રાકેશભાઇ રામજીભાઇ કંડોલીયા સહિત પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.