ભારત દેશમાં દર વર્ષે 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે, સુરત સ્થિત અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમ દ્વારા કેન્સર સામે જાગૃતિ લાવવા અને વહેલું નિદાન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી એક વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અગસ્ત્ય ઑન્કોલોજીની ટીમ દ્વારા એક નિશ્ચય, મેળવીએ કેન્સર પર વિજય નામનું એક મહિનાનું જાગૃતિ અને સ્ક્રિનિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સમયગાળો: આ કેમ્પ તારીખ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે.
સ્થળ: સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિવર્સલ હોસ્પિટલ ખાતે આ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતમાં કેન્સરની સ્થિતિ ચિંતાજનક : ભારત દેશ કેન્સરના બનાવોમાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે અને કેન્સરથી થતા મૃત્યુદરમાં બીજા ક્રમે છે. લગભગ દરેક ચોથા પરિવારને આ બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર બીમારીને નાથવા માટે સમયસર ચકાસણીને એક મજબૂત હથિયાર ગણવામાં આવે છે, જેથી લોકોમાં જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત છે. આ એક મહિના સુધી ચાલનારા કેમ્પમાં અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમના ત્રણ નિષ્ણાત સર્જન – ડૉ.મિશાલ શાહ, ડૉ.સોહમ પટેલ અને ડૉ. મૃદુલ પટેલની દેખરેખ હેઠળ દર્દીઓને તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પ દરમિયાન, દર્દીઓને ખાસ રાહતદરે કેન્સર સ્ક્રીનિંગની સુવિધા આપવામાં આવશે. સેન્ટર ખાતે અદ્યતન HIPEC, PIPAC, માઇક્રોસ્કોપિક અને લેસર સર્જરીની સાથે 3D અને 4K લેપ્રોસ્કોપી સિસ્ટમ તેમજ ICG મોનેટરીંગ ટેક્નોલોજી જેવી વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે, જે સર્જીકલ પરિણામોમાં ચોકસાઈ અને સુરક્ષાની ખાતરી આપે છે.
અભિયાન અંગે ડૉક્ટરોએ પોતાના વિચારો રજૂ કર્યા: ડૉ.મિશાલ શાહ: જ્યારે કેન્સર સમયસર પકડાય છે, ત્યારે તે સંપૂર્ણ રીતે સારવાર યોગ્ય હોય છે. આ અભિયાનનો હેતુ ફક્ત લોકોમાં સમયસર ચકાસણી માટે જાગૃતા લાવવાનો છે.
ડૉ. સોહમ પટેલ: માત્ર જાગૃતિ જ કેન્સર સામેની પ્રથમ રક્ષા છે. દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય માટે જવાબદારી લેવી જોઈએ.
ડૉ. મૃદુલ પટેલ: અમે દક્ષિણ ગુજરાતમાં વિશ્વસ્તરની કેન્સર સર્જરીની સુવિધા પ્રદાન કરી રહ્યા છીએ. હવે સુરત અને આસપાસના વિસ્તારના લોકોને સારવાર માટે દૂર જવું નહીં પડે.
આ એક મહિનાના કેમ્પમાં વાપીથી તાપી સુધીના લોકો લાભ લેવા માટે આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ અભિયાન કેન્સરના નિદાન અને સારવારમાં મોટો બદલાવ લાવવાની ક્ષમતા ધરાવે છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com