Geo Gujarat News

વાગરા: પહાજ ગામ નજીક ગમખ્વાર અકસ્માત, મોટરસાઇકલ સવારને ગંભીર ઇજા, ટેન્કર ચાલક ફરાર

વાગરા તાલુકાના પહાજ ગામ નજીક ગળનાળા પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાઇકલ સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને ટેન્કરનો ચાલક પોતાનું વાહન મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના પહાજ ગામે રહેતા તોસિફ કાસમ પટેલ ઉં.વ. 37 જેઓ પોતાની મોટરસાઇકલ લઈને વિલાયત GIDC માં નોકરી પર જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન પહાજ ગળનાળા પાસે એક RJ-27-GC-5262 નંબરના ટેન્કરના ચાલકે તેમની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના કારણે મોટરસાઇકલ સવાર તોસિફ કાસમ પટેલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ ટેન્કરનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળ પર મૂકીને તુરંત જ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટેન્કર ચાલકને ઝડપી પાડવા અને અકસ્માત અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.