Geo Gujarat News

વાગરા: બાળકના સર્વાંગી વિકાસ માટે વાલી અને શિક્ષકનો સંવાદ જરૂરી, જુંજેરા વિદ્યાલયમાં વાલી સંમેલન યોજાયું

​વાગરાના અસમા પાર્ક-૩ સ્થિત આવેલી સુપ્રસિદ્ધ જુંજેરા વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત એક ભવ્ય વાલી મિટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકનું ભવિષ્ય માત્ર પુસ્તકિયા જ્ઞાનથી નહીં, પરંતુ શાળા અને પરિવારના સંયુક્ત પ્રયાસોથી ઘડાતું હોય છે, તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આસપાસના અનેક ગામોના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ​શાળાના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મિટિંગમાં શિક્ષણવિદોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શાળા અને શિક્ષકોની ભૂમિકા પાયાની છે. પરંતુ બાળકની આંતરિક શક્તિઓને ખીલવવા માટે વાલી અને શિક્ષક વચ્ચેનો ‘સંવાદ સેતુ’ મજબૂત હોવો અનિવાર્ય છે. જુંજેરા વિદ્યાલય માત્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવા પર જ નહીં, પણ બાળકની નબળી અને સબળી બંને બાજુઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરી તેના સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂકે છે. જેની વિગતવાર ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.આ વાલી સંમેલનની વિશેષતા એ રહી હતી કે તેમાં વાગરા તાલુકાના અંતરિયાળ ગામો જેવા કે વસ્તીખંડાલી, અંભેલ, ત્રાકલ, મુલેર, પાલડી, ગંધાર, ઓરા, વહીયાલ, કલમ, વિલાયત, ઓચ્છણ, સાયખા, પહાજ, સારણ, આંકોટ, સલાદરા, સાચણ અને સુતરેલથી મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓના પ્રચંડ પ્રતિસાદ અને સહકારથી શાળા પરિવારમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી. ​કાર્યક્રમના અંતે જુંજેરા શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય અને સમગ્ર શિક્ષકગણ દ્વારા તમામ વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શિક્ષણ જગતમાં જુંજેરા વિદ્યાલયનું આ આયોજન બાળકોના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં એક મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે.વાગરા પંથકમાં જુંજેરા વિદ્યાલય માત્ર શિક્ષણનું કેન્દ્ર જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી ઉત્કર્ષ માટેનું એક સબળ માધ્યમ બની રહી છે. શાળા દ્વારા માત્ર વર્ગખંડ પૂરતું શિક્ષણ આપવાને બદલે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. આ વાલી મિટિંગના સફળ આયોજન ઉપરાંત, જુંજેરા વિદ્યાલયે આ સહિત અનેકવિધ અવનવી પ્રવૃત્તિઓ થકી શૈક્ષણિક જગતમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, રમતગમતની પ્રવૃત્તિઓ હોય કે પછી સામાજિક જાગૃતિના અભિયાન, દરેક ક્ષેત્રમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત ઉડીને આંખે વળગે તેવી હોય છે. આવી રચનાત્મક પ્રવૃત્તિઓને કારણે જ આજે વાગરા અને તેની આસપાસના અનેક ગામોના વાલીઓ માટે આ શાળા પ્રથમ પસંદગી બની છે.વાગરા પંથકમાં જુંજેરા વિદ્યાલય આજે શિક્ષણનો પર્યાય બની ચૂકી છે, કારણ કે અહીં માત્ર પુસ્તકિયા જ્ઞાન જ નહીં પણ શિક્ષણ + સંસ્કાર + પ્રવૃત્તિ’ ના ત્રિવેણી સંગમ દ્વારા બાળકનું ઘડતર કરવામાં આવે છે. શાળાનું વાતાવરણ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન પણ કરે છે. જુંજેરા વિદ્યાલયે વર્ષ દરમિયાન અનેકવિધ પ્રાયોગિક અને અવનવી પ્રવૃત્તિઓ થકી સાબિત કરી દીધું છે કે, સાચું શિક્ષણ એ જ છે જે બાળકના વ્યક્તિત્વને ચોતરફથી ખીલવે. આ શૈક્ષણિક સૂત્રને સાર્થક કરતા શાળા પરિવાર અને વાલીઓના સહયોગથી આજે આ સંસ્થાએ સમગ્ર પંથકમાં પોતાની એક વિશિષ્ટ અને ગૌરવશાળી ઓળખ સ્થાપિત કરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.