વાગરા તાલુકાના સલાદરા ગામે હજરત સૈયદ મજલેશાબ બાવાના ચાલીસાના પવિત્ર અવસરે શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે આયોજિત ફાતિહા ખ્વાનીમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ગામની મસ્જિદ ખાતેથી ભવ્ય નાત-શરીફના પઠન સાથે એક વિશાળ ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. આ ઝુલુસમાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ અને અકીદત સાથે જોડાયા હતા, જેના કારણે સમગ્ર સલાદરા ગામ ઇસ્લામિક નારાઓ અને નાત-શરીફથી ગુંજી ઉઠ્યું હતું. ઝુલુસના સમાપન બાદ વિશેષ ફાતિહા ખ્વાનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉપસ્થિત તમામ ભક્તોએ અત્યંત અદબ અને શ્રદ્ધાપૂર્વક દુઆમાં ભાગ લઈ સવાબે દારેન હાસિલ કર્યો હતો. હજરત સૈયદ મજલેશાબ બાવાના સવાબ અર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો, જે સલાદરા ગામની ધાર્મિક પરંપરા અને એકતાનું પ્રતીક બની રહ્યો હતો.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com