ચૂંટણી પંચની મુસદ્દા મતદાર યાદીમાં આમોદ તાલુકાના કુલ ૭૯૭૧૪ મતદારો નોંધાયા હતા. સઘન સુધારણા મતદાર યાદીનો કાર્યક્રમ જાહેર થતા આમોદ નગર સહિત તાલુકાના બી.એલ. ઓ. (BLO) દ્વારા ઘરે ઘરે ફરી રાત દિવસ એક કરી મતદાર યાદીનું શુદ્ધિકરણ કર્યું હતું.જેમાં સેલ્ફ મેપિંગ વાળા ૩૨૫૩૯ મતદારો નોંધાયા હતા જ્યારે ૩૬૧૩૩ મતદારો ૨૦૦૨ ની મતદાર યાદીમાં નોંધાયા નહોતા તેવા હતા. મતદાર યાદી શુદ્ધિકરણ હેઠળ ૮૯૦૪ મતદારો (ASD)- ગેરહાજર સ્થળાંતર અને મૃત્યુ પામેલા નોંધાયા હતા.ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા હવે ૨૧૩૮ મતદારોને નોટીસ ફટકારી પુરાવા માંગવામાં આવશે અને વેરિફિકેશન કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે સઘન મતદાર યાદી શુદ્ધિકરણ હેઠળ આમોદ પંથકના ૯૦ મતદાન બુથ હતા તે હવે વધીને ૯૬ કરવામાં આવ્યા છે.ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બૂથમાં ૧૨૦૦ થી ઓછા મતદારો સામેલ કરવાને કારણે મતદાન બુથોની સંખ્યા વધી હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે આમોદ નગરમાં જે ૧૩ મતદાન બુથ હતા તેમાં એકનો વધારો કરી ૧૪ મતદાન બુથો કરવામાં આવ્યા છે.જે મતદારોના નામ હંગામી મતદાર યાદીમાં ના આવ્યા હોય તેમજ મેપિંગ નહીં કરી શકાયું હોય તેવા મતદારો માટે આગામી તારીખ ૨૭ – ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ તેમજ તારીખ ૩ – ૪ જાન્યુઆરી ૨૦૨૬ સુધી તમામ મતદાન મથકો ઉપર BLO સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી હાજર રહેશે.જેમાં નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા,સુધારા- વધારા કરવા સહિતના કામો કરવામાં આવશે.૧૮ મી જાન્યુઆરી સુધીમાં પુરાવા સાથે ચૂંટણી પંચના આગામી કાર્યક્રમોમાં BLO ને મળી નામ નોંધાવી શકાશે.ત્યાર બાદ ૧૭ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ કરવામાં આવશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023