આમોદના ઇખર સ્થિત મરયમબેન મેમોરિયલ હાઈસ્કૂલમાં લાઇફ લાઇન મેડિકેર સર્વિસ તેમજ મુઆવિન જનરલ હોસ્પિટલ, તાંદલજા, વડોદરાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર યોજાઈ હતી. આયોજિત નિદાન શિબિરમાં મોટી સંખ્યામાં વિવિધ રોગોના દર્દીઓએ લાભ લીધો હતો.

આયોજિત નિદાન શિબિરમાં નિષ્ણાત તબીબો ડો. હિતેશ ભાલારાએ આંખોના તમામ પ્રકારનાં રોગો માટે, સ્ત્રીઓને લગતા તમામ પ્રકારનાં રોગો માટે ડો. રીયા શાહ, ડો. મનોજ પરમારે ડાયાબિટીશ, દમ, ટી.બી.,ન્યુમોનીઆ, હદ્ય ને લગતા તમામ પ્રકારનાં રોગો માટે ડો. ત્વનેશ પટેલ, બાળકોનાં તમામ પ્રકારનાં રોગો માટે ડો. શૈલીન શાહ હાડકા ને લગતા તમામ પ્રકારનાં રોગો માટે તબીબી સેવાઓ પ્રદાન કરી હતી.

હૃદય ની તકલીફનાં દર્દીઓને કાર્ડીયોગ્રામ (ECG) જરૂરત જણાતા વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી.ડાયબીટીશના દર્દીઓ ને (RBS) રેન્ડમ બ્લ્ડ સુગર વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી.આંખના નંબરની તપાસ મફત કરી આપવામાં આવી હતી. નિદાન શિબિરને લાઈફલાઈન મેડિકેર સર્વિસ ઈખરના સદસ્યો તેમજ ગામના આગેવાનોએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવી હતી…
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096