ભારતીય રેલવે દ્વારા ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, જો તમારું IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું નહીં હોય, તો તમે સવારે 8:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી ટિકિટ બુક કરી શકશો નહીં. આ ફેરફાર 5 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવ્યો છે. નોંધનીય છે કે આ પ્રતિબંધ માત્ર એડવાન્સ ટિકિટ બુકિંગના પ્રથમ દિવસે (એટલે કે મુસાફરીના 60 દિવસ અગાઉ જ્યારે બુકિંગ ખુલે ત્યારે) લાગુ પડશે. રેલવે આ નવા નિયમોને ત્રણ તબક્કામાં લાગુ કરી રહી છે. જેનો પ્રથમ તબક્કો 29 ડિસેમ્બર, 2025 ના રોજ શરૂ થયો હતો, જેમાં આધાર લિંક ન હોય તેવા વપરાશકર્તાઓ માટે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી બુકિંગ બંધ કરવામાં આવ્યું હતું. હવે બીજા તબક્કા હેઠળ આ સમયગાળો વધારીને સાંજના 4 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ ટિકિટોના કાળાબજાર રોકવાનો અને ખરેખર મુસાફરી કરનારા લોકો સુધી ટિકિટ પહોંચાડવાનો છે. જે મુસાફરોએ પોતાનું આઈડી આધાર સાથે વેરીફાય કર્યું હશે, તેઓ જ બુકિંગના પ્રથમ દિવસે સવારના સમયે સરળતાથી ટિકિટ મેળવી શકશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023