Geo Gujarat News

ભરૂચના ડેન્ટિસ્ટ ડૉ.મોઇનુદ્દીને રાષ્ટ્રીય સ્તરે નિશાન સાધ્યું, 68મી નેશનલ રાઇફલ શૂટિંગમાં રેનોન્ડ શૂટરનો ખિતાબ મેળવ્યો

કહેવાય છે કે જો રમત પ્રત્યે લગન અને દ્રઢ સંકલ્પ હોય તો કોઈ પણ લક્ષ્ય હાસલ કરી શકાય છે. ભરૂચના જાણીતા ડેન્ટિસ્ટ ડૉ. મોઇનુદ્દીને આ વાત સાબિત કરી બતાવી છે. તેમણે તાજેતરમાં આયોજિત 68મી નેશનલ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી રાષ્ટ્રીય સ્તરે રેનોન્ડ શૂટર લેવલની ગૌરવશાળી સિદ્ધિ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું નામ દેશભરમાં રોશન કર્યું છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ડૉ. મોઇનુદ્દીને 597.6 નો ઉત્કૃષ્ટ સ્કોર નોંધાવીને આ વિશિષ્ટ માન્યતા પ્રાપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. મોઇનુદ્દીને માત્ર બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2023માં જ રાઇફલ શૂટિંગના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. વ્યવસાયે ડેન્ટિસ્ટ હોવા છતાં, તબીબી સેવાઓની વ્યસ્તતા વચ્ચે પણ રમતગમત પ્રત્યેના તેમના જુસ્સાએ તેમને ખૂબ જ ટૂંકા ગાળામાં આ ઊંચાઈ પર પહોંચાડ્યા છે.

રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડતા પહેલા ડૉ. મોઇનુદ્દીન જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં પણ અનેક મેડલ્સ જીતી પોતાની પ્રતિભાના દર્શન કરાવી ચૂક્યા છે. તેમની આ અસાધારણ સફળતા આજે અનેક યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. શૂટિંગ ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિ બદલ તેમના પરિવારજનો, મિત્રો અને રમતપ્રેમીઓ દ્વારા તેમને સોશિયલ મીડિયા અને રૂબરૂમાં અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.