Geo Gujarat News

વડોદરા-કરજણ હાઈવે પર લાકોડરા પાટિયા નજીક હિટ એન્ડ રનનો કહેર, બાઇક સવાર પત્નીનું ઘટના સ્થળેજ મોત..

વડોદરા-કરજણને જોડતા નેશનલ હાઈવે નં. 48 પર આજે વહેલી સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. લાકોદરા પાટિયા નજીક બાઇક પર જઈ રહેલા દંપતીને એક અજાણ્યા કારે જોરદાર અડફેટે લીધા હતા. અકસ્માતની ગંભીરતાને કારણે બાઇક પર પાછળ બેઠેલી પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બાઇક ચલાવતા પતિ ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો, જેના કારણે ઘટના હિટ એન્ડ રન બની છે.બનાવની જાણ થતાં જ કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પતિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર નેશનલ હાઈવે પર વધતા અકસ્માતો અને બેફામ વાહનચાલન સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.