Geo Gujarat News

અંકલેશ્વર: ભરણ ગામે LCBનો તડાકો, દારૂ કટિંગ પર દરોડો, 17.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ અંકલેશ્વરના ભરણ ગામે દારૂ કટિંગના અડ્ડા પર મોટો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે દારૂ-બિયરની મોટી જથ્થાબંધ હેરાફેરી પકડતાં કાર અને દારૂ સહિત કુલ 17.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCBની ટીમ પાનોલી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભરણ ગામની સીમમાં વૈજનાથ મંદિર પાસે તળાવ કિનારે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં સુરત પાર્સિંગની સ્વિફ્ટ કારમાંથી દારૂ કટિંગ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસને જોઈ કાર ચાલક અને દારૂ મંગાવનાર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી સ્વિફ્ટ કાર સાથે દારૂ અને બિયરની કુલ 5340 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત અંદાજે 15.16 લાખ થાય છે. કાર સહિત કુલ 17.16 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. આ મામલે LCBએ કાર ચાલક, દારૂ મંગાવનાર તેમજ દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે અને દારૂ ક્યાંથી આવ્યો હતો તથા ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.