Geo Gujarat News

વાગરા: ધાડ-લૂંટના ગુનામાં 30 વર્ષથી ફરાર લિસ્ટેડ આરોપીઓ પર પોલીસની કડક કાર્યવાહી, ત્રણેય ઝડપાયા.

છેલ્લા ત્રણ દાયકાથી અંકલેશ્વર શહેર એ-ડિવિઝન વિસ્તારમાં ધાડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ કરી પોલીસને ચકમો આપતા લિસ્ટેડ આરોપીઓ સામે આખરે કાયદાનો દંડો વરસ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સ્પષ્ટ અને કડક સૂચના અનુસાર વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ ટીમે સચોટ આયોજન સાથે મોટી સફળતા મેળવી છે. સાયખા GIDC વિસ્તારમાં મજૂરી કામના બહાને છુપાઈને ફરતા ત્રણેય આરોપીઓને વાગરા પોલીસે દબોચી લઈને તેમના લાંબા સમયથી ચાલતા ગુનાહિત ઈતિહાસ પર પૂર્ણવિરામ મૂક્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં માનસિંગ રાયસિંગ નિનામાં, દિતિયા રાયસિંગ નિનામાં અને દિતિયા છગન ભાભોર ત્રણેય રહેવાસી દાહોદનો સમાવેશ થાય છે.આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 1995 માં ધાડ-લૂંટનો ગંભીર ગુનો નોંધાયેલો હતો. અને તેઓ વર્ષો સુધી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપી તરીકે ઓળખાતા હતા. વાગરા પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીના પરિણામે આખરે આ ગુનાખોરોને કાયદાના હવાલે કરાયા છે. વધુ કાયદેસરની કાર્યવાહી માટે ત્રણેય આરોપીઓને અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. વાગરા પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે ગુનો કરનાર ભલે કેટલાય વર્ષો સુધી છુપાઈ જાય, પરંતુ કાયદાની પકડમાંથી કોઈ બચી શકતું નથી.ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસે મોટી સફળતા મેળવી છે. અંકલેશ્વર શહેર એ-ડિવિઝનના ધાડ-લૂંટના ગુનામાં છેલ્લા 30 વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓ માનસિંગ રાયસિંગ નિનામાં, દિતિયા રાયસિંગ નિનામાં અને દિતિયા છગન ભાભોર (ત્રણેય રહે. દાહોદ)ને સાયખા GIDC વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા. અ.હે.કો. ભોપાભાઈ ગફુરભાઈ અને વિપુલભાઈ મનુભાઈ સહિતની ટીમની સચોટ કામગીરીથી આરોપીઓને પકડી વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા. આ કાર્યવાહીથી વાગરા પોલીસે ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને નાગરિકોમાં સુરક્ષા તથા પોલીસ તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.