Geo Gujarat News

અંકલેશ્વર: મતદાર યાદી સઘન સુધારણા અંતર્ગત મામલતદાર કચેરી ખાતે મતદારોની સુનાવણી, પુરાવા રજૂ કરવા મોટી સંખ્યામાં હાજરી

કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની SIR પ્રક્રિયા હેઠળ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-2025 અમલમાં મુકવામાં આવ્યો છે. આ ઝુંબેશ દરમિયાન કેટલાક મતદારોએ જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ ન કરતા, ચૂંટણી પંચ દ્વારા આવા મતદારોને નોટિસ ફટકારવામાં આવી હતી અને પોતાના વાંધા તેમજ પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને આજે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મતદારોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નોટિસ પ્રાપ્ત થયેલા મતદારો મોટી સંખ્યામાં કચેરી ખાતે હાજર રહ્યા હતા અને પોતાના આધારરૂપ દસ્તાવેજો રજૂ કરી ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપ્યો હતો.

સુનાવણી દરમિયાન ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદારોના વાંધાઓ સાંભળી અને રજૂ કરાયેલા પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી. મતદાર યાદીની પારદર્શિતા અને ચોકસાઈ જાળવવા માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી મતદાર યાદીમાં ગેરરીતિ અટકાવી શકાશે અને લોકશાહી પ્રક્રિયા વધુ મજબૂત બનશે. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જોવા મળેલા મતદારોના ઘસારાએ લોકોમાં મતાધિકાર પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીની ભાવનાને ઉજાગર કરી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.