Geo Gujarat News

ભરૂચ: એ ડિવિઝન પોલીસે રેલવે ગોદી રોડ પરથી રિક્ષામાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપ્યો, બેની ધરપકડ

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેલવે ગોદી રોડ પર સફળ દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસે રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દારૂ અને વાહન સહિત કુલ 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવી કાર્યવાહી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે બે ઈસમો રિક્ષામાં વિદેશી દારૂ ભરીને રેલવે સ્ટેશન વિસ્તારથી ગોદી રોડ તરફ જઈ રહ્યા છે. આ બાતમીને પગલે પોલીસે ગોદી રોડ પર આવેલી પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ રિક્ષા આવતા જ તેને અટકાવી તલાશી લેતા, તેમાંથી વિદેશી દારૂની કુલ 216 બોટલ મળી આવી હતી. પોલીસે 42,000ની કિંમતનો દારૂ, 50,000ની રિક્ષા અને બે મોબાઈલ ફોન મળી કુલ 1,12,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બે આરોપી જેલહવાલે, અન્યની શોધખોળ શરૂ આ મામલે પોલીસે સ્થળ પરથી સહેજાદ ઈમ્તિયાઝ શેખ અને શરીફ નવાજ મહેબુબમિયા મલેક (બંને રહે. અમન રેસિડેન્સી, ત્રણ કુવા ફાટક) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો અજય વસાવા નામના વ્યક્તિએ મંગાવ્યો હતો. હાલમાં અજય વસાવા સહિત અન્ય બે આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.