Geo Gujarat News

વાલિયા: ટ્રકની ટક્કરે ઘવાયેલા બાઇક સવારનું મોત, વટારીયાના યુવાને 6 દિવસની જીવન-મરણ વચ્ચેની જંગ હારી

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર ગત ૨ જાન્યુઆરીના રોજ સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક સવાર યુવાને આજે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વટારીયા ગામના ખડી ફળિયામાં રહેતા વિજય વસાવા નામનો યુવાન પોતાની મોટરસાયકલ પર સવાર થઈને જઈ રહ્યો હતો, ત્યારે વટારીયા સુગર ફેક્ટરી પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વિજયભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધુ નાજુક જણાતા તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સુરત ખાતે સતત છ દિવસ સુધી ચાલેલી ટૂંકી પણ સઘન સારવાર બાદ આખરે આજે તેમણે દમ તોડ્યો હતો. યુવાનના મોતના સમાચારથી તેના પરિવાર અને વટારીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વાલિયા પોલીસે આ બનાવ સંદર્ભે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.