Geo Gujarat News

આમોદ: ૬૨ વર્ષથી ઉપરના ૧૬ નિવૃત્ત આર્મી જવાનોની દાંડી યાત્રા આમોદ આવી પહોચતા ભવ્ય સ્વાગત કરાયું

આમોદ ખાતે આજ રોજ સાંજના સમયે સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રા આમોદ આવી પહોચતા તેમનું આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર ૧ ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાને સમજવા અને જાણવાના હેતુ સાથે બીજી જાન્યુઆરી અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રા આજ રોજ આમોદ ખાતે આવી પહોંચી હતી.જે દાંડીયાત્રાનું શાળાની બાળકીએ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કરાયું હતું. મહાત્મા ગાંધીજીએ ૧૯૩૦ માં કરેલી દાંડીયાત્રાના રૂટને જોવા,સમજવા અને જાણવાના હેતુ સાથે દાંડી યાત્રામાં ભારતીય આર્મીના ૧૬ નિવૃત્ત જવાનો દાંડી યાત્રામાં જોડાયા હતા.જે ભારતના અલગ અલગ રાજ્યમાંથી આવ્યા હતા.અને હાલ તેઓ સરકારના અલગ અલગ વિભાગોમાં સેવા આપી રહ્યા છે.આમોદ ગાંધી આશ્રમ ખાતે સરકારી શાળાના બાળકો સાથે તેમણે વાર્તાલાપ કરી ગાંધીજીના જીવન મૂલ્યો વિશે હળવા અંદાજમાં ચર્ચા કરી હતી.દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું આમોદના બી.આર.સી.આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ સંચાલક ભરત વાઘેલા અને ઈબ્રાહીમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કરાયું હતું.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.