Geo Gujarat News

અંકલેશ્વર: ભરણ સીમામાંથી ઝડપાયેલા વિદેશી દારૂ કેસમાં LCBની મોટી કાર્યવાહી, સુરતનો આરોપી ધરપકડ

અંકલેશ્વરના ભરણ ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરીના કેસમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ પ્રકરણમાં LCBએ સુરતનો રહેવાસી ઝાલુનાથ સુવાનાથ યોગીની ધરપકડ કરી છે, જે આ ગેરકાયદે દારૂના વેપારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગત મંગળવારની રાત્રે ભરૂચ LCBની ટીમ પાનોલી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે ભરણ ગામની સીમમાં આવેલા વૈજનાથ મંદિર નજીક તળાવના કિનારે દરોડો પાડ્યો હતો. ત્યાં સુરત પાસિંગની સ્વિફ્ટ કારમાંથી દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાનું પોલીસને મળી આવ્યું હતું.

પોલીસની હાજરી જોઈને કાર ચલાવનાર તેમજ દારૂ મંગાવનાર આરોપીઓ અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે સ્થળ પરથી સ્વિફ્ટ કાર સાથે દારૂ અને બિયરની કુલ 5340 બોટલો કબજે કરી હતી, જેની કિંમત અંદાજે રૂ. 15.16 લાખ થાય છે. કાર સહિત કુલ રૂ. 17.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં કાર ચાલક, દારૂ મંગાવનાર તથા મોકલનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછના આધારે LCB દ્વારા દારૂના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.