Geo Gujarat News

ભરૂચ: પટેલ સોસાયટીમાં વન્યજીવનો વસવાટ, છ મહિનાના ભય બાદ આખરે એક શાહુડી પાંજરે પુરાઈ

​ભરૂચના રહેણાંક વિસ્તાર એવી પટેલ સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી વન્યજીવ શાહુડીના પરિવારે ધામા નાખતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપેલો હતો. છેલ્લા છ-સાત મહિનાથી પાંચ જેટલી શાહુડીઓ રાત્રિના સમયે સોસાયટીના રસ્તાઓ અને ઘરના આંગણામાં બિન્દાસ વિહાર કરતી જોવા મળતી હતી, જેના કારણે લોકો રાત્રે ઘરની બહાર નીકળતા ગભરાતા હતા. આ પરિસ્થિતિની ગંભીરતા સમજીને સ્થાનિક જીવદયા પ્રેમી મિતુલ પટેલ અને અન્ય યુવાનોએ વન્યજીવ નિષ્ણાતોનો સંપર્ક કર્યો હતો. કામધેનુ ગૌરક્ષા સમિતિના આશિષ શર્મા અને નેચર પ્રોટેક્શન ક્લબની ટીમે ભરૂચ વન વિભાગના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આખરે કરજીત પટેલના કમ્પાઉન્ડમાં શાહુડી દેખાતા, વન વિભાગની સૂચના મુજબ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ગત રાત્રે એક શાહુડી આબાદ ઝડપાઈ ગઈ હતી. રેસ્ક્યૂ કરાયેલા આ વન્યજીવને હવે તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ છે, જેનાથી સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.