વાગરા નગરમાં આજરોજ ટાઉન ફીડર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લાઈન મેન્ટેનન્સ અને જરૂરી સમારકામના કામને કારણે આજે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી કુલ ૭ કલાકનો વિજકાપ લેવામાં આવશે. વિજ કંપની દ્વારા જણાવ્યા મુજબ, વીજ લાઈનની સુરક્ષા અને સુચારુ કામગીરી માટે આ મેન્ટેનન્સ જરૂરી હોવાથી ગ્રાહકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. નિર્ધારિત સમયગાળા દરમિયાન ટાઉન ફીડર સાથે જોડાયેલા તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. વિજ પુરવઠો સમયસર પુનઃ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ કામ પૂર્ણ થવામાં ફેરફાર થાય તો સમયગાળામાં થોડો બદલાવ શક્ય હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. નાગરિકોએ અગત્યના કામો માટે પૂર્વ તૈયારી રાખવા અને કોઈ પણ ઇમરજન્સીમાં વીજ કંપનીના સંબંધિત કાર્યાલય અથવા ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com