Geo Gujarat News

વાગરા: પખાજણ GIDC માં શ્રમિકનું મોત, હિંડાલ્કો કંપની પાસે લોહીની ઉલ્ટીઓ થતા જીવ ગુમાવ્યો!

વાગરા તાલુકાના પખાજણ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી હિંડાલ્કો કંપનીમાં કામ કરતા એક શ્રમિકનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઝારખંડના ગઢવા જિલ્લાના વતની અને હાલ પખાજણ ગામની સ્કોન લેબર કોલોનીમાં રહેતા ૨૮ વર્ષીય તુફાની રવિ મકખન રામ ગત તારીખ ૧૩/૦૧/૨૦૨૬ના રોજ સવારે કામ પર ગયા હતા. તેઓ કંપનીમાં સળિયા સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા. દિવસ દરમિયાન કામ કર્યા બાદ ઓવર ટાઈમ પતાવી રાત્રિના આશરે ૧૧ વાગ્યાના સુમારે જ્યારે તેઓ કોલોની પર પરત ફરી રહ્યા હતા, ત્યારે હિંડાલ્કો કંપનીના ગેટ પાસે જ તેમને એકાએક લોહીની ઉલ્ટીઓ થવા લાગી હતી.ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક દહેજની એ.એમ.ઈ.એક્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ મધ્યરાત્રિએ આશરે સાડા બાર વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાગરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.