Geo Gujarat News

રાજકોટમાં ઉત્તરાયણ લોહિયાળ બની, ભક્તિનગર સર્કલ પાસે પ્રેમ પ્રકરણમાં ૪૫ વર્ષીય યુવકની સરાજાહેર હત્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે

રંગિલા રાજકોટમાં જ્યાં એકતરફ ઉત્તરાયણની ઉજવણીનો માહોલ હતો, ત્યાં બીજી તરફ ભક્તિનગર વિસ્તારમાં એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ પર સાવન ગોસ્વામી નામના 45 વર્ષીય યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ વારદાત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક સાવન ગોસ્વામી જૂની અદાવત અથવા પ્રેમ પ્રકરણના મામલે એક મહિલા સાથે ઝઘડો કરવા ગયો હતો. આ દરમિયાન મામલો બિચકતા મહિલા અને તેની સાથેના અન્ય શખ્સોએ સાવન પર છરી વડે આડેધડ હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

હત્યાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ જૂની અદાવત અને પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી હત્યા કરનાર મહિલા અને તેની સાથેના અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તહેવારના દિવસે જ બનેલી આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.