Geo Gujarat News

ગુજરાતમાં લોહીયાળ મકરસંક્રાંતિ, બાયડ, જંબુસર અને વડોદરામાં દોરી અને અગાશી પરથી પડતા પાંચના કરૂણ મોત

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જીવલેણ અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. પતંગબાજીના આનંદ વચ્ચે અનેક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જેમાં પતંગની ઘાતક દોરી અને અગાસી પરથી પડવા જેવી ઘટનાઓમાં કુલ 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ વાહનચાલકોના ગળા કપાવવાની કમકમાટીભરી ઘટનાઓ બની છે. અરવલ્લીના બાયડ પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ એક યુવકનું ગળું ચીરી નાખતા તે લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામ્યો હતો. આવી જ એક હૃદયદ્રાવક ઘટના ભરૂચના જંબુસરમાં બની હતી, જ્યાં બાઈક પર જઈ રહેલા યુવકનું ગળું કપાતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, અન્ય એક કિસ્સામાં વાહનની આગળ બેસેલા નિર્દોષ બાળકનું પણ ગળું કપાતા મોત થયું હોવાનું સામે આવ્યું છે.

વડોદરામાં પતંગ પકડવાના ચકરાવામાં બે જિંદગીઓ હોમાઈ ગઈ છે. અહીં 10 વર્ષના માસૂમ બાળક સહિત એક અન્ય યુવક પણ પતંગ પકડવા જતાં અકસ્માતનો ભોગ બન્યા હતા, જેના પરિણામે બંનેના મોત થયા છે. આમ, રાજ્યભરમાં ઉત્તરાયણનો તહેવાર કેટલાક પરિવારો માટે કાળ સાબિત થયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.