Geo Gujarat News

ભરૂચ: નબીપુરમાં વહેલી પરોઢે DGVCLની તડામાર વીજ ચેકીંગ, પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આજે વહેલી પરોઢે DGVCL દ્વારા અચાનક અને વ્યાપક વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. ગામવાસીઓ મીઠી નીંદરમાં હતા ત્યારે જ DGVCLની અંદાજે ૨૦ જેટલી ટીમોનો મોટો કાફલો નબીપુરના વિવિધ વિસ્તારોમાં ઉતરી પડ્યો હતો, જેના કારણે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. આ વીજ ચેકીંગ દરમિયાન અધિકારીઓએ અંદાજે ૩૦૦ જેટલા વીજ જોડાણોની તપાસ કરી હતી. વીજ ચોરી કે અન્ય કોઈ ગેરરીતિ સામે આવી છે કે કેમ તે બાબતે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી. તેમ છતાં, આ કાર્યવાહીથી ગેરરીતિ કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ચેકીંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. DGVCLની આ અચાનક કાર્યવાહીથી નિયમિત વીજ ઉપયોગ કરનારાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે ગેરરીતિ કરનારાઓમાં ચિંતા વ્યાપી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.