Geo Gujarat News

સુરત: 21 કિમી લાંબી હોડી સ્પર્ધામાં મધદરિયે સર્જાઈ દુર્ઘટના, ત્રણ નૌકાઓ પલટી જતાં નાવિકોનો આબાદ બચાવ, નાવિકોની હિંમતથી મોટી હોનારત ટળી

સુરતના દરિયાકાંઠે યોજાયેલી પરંપરાગત સાહસિક રમત દરમિયાન એક મોટી હોનારત ટળી હતી. ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને સુરત જિલ્લા પ્રશાસન દ્વારા આયોજિત 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધામાં મધદરિયે ત્રણ નૌકાઓ પલટી જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત આ 21 કિલોમીટર લાંબી સ્પર્ધા હજીરા રો-રો ફેરીથી મગદલ્લા પોર્ટ સુધી યોજાઈ હતી, જેમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. રેસ જ્યારે તેના ચરમસીમા પર હતી ત્યારે અચાનક પવનના તોફાની વેગને કારણે ત્રણ હોડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે તેમાં સવાર તમામ નાવિકો કુશળ તરવૈયા હોવાથી સમયસૂચકતા વાપરી સલામત રીતે બહાર નીકળી આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.આ પડકારજનક હરિફાઈમાં વિજેતા થનાર ટીમો માટે તંત્ર દ્વારા પ્રથમ ત્રણ ક્રમ માટે અનુક્રમે 51 હજાર, 35 હજાર અને 25 હજારના રોકડ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા. આ રોમાંચક સ્પર્ધાને નિહાળવા માટે હજીરા અને મગદલ્લાના કિનારે રમતપ્રેમીઓની ભારે ભીડ ઉમટી પડી હતી.દરિયાઈ મોજાં અને પવન સાથેની આ જોખમી ગણાતી રેસ અનુભવી નાવિકોની હિંમતને કારણે જાનહાનિ વગર સુખદ રીતે સંપન્ન થઈ હતી. અંતે હજીરાથી શરૂ થયેલી આ સાહસિક સફર મગદલ્લાના રૂઢ ઓવારા ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં વિજેતાઓને બિરદાવવામાં આવ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.