Geo Gujarat News

સુરત: કામરેજમાં નશાના વેપાર પર પોલીસનો પ્રહાર, ૪૮૯ ગ્રામ ગાંજા સાથે બે યુપીવાસીઓની ધરપકડ

સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ નશાખોરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશને મોટી સફળતા મળી છે. કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડાની સૂચના મુજબ કાર્યરત ટીમના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ અને રમેશભાઈને મળેલી સચોટ બાતમીના આધારે, આંબોલી વિસ્તારના લક્ષમેશ્વર નગરમાં મિથિલા નિવાસ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમે ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર કરી રહેલા બે આરોપીઓ, દિલીપ પ્રતાપસિંહ ગૌતમ અને હરવંશસિંહ દરોગાસિંહ ચૌહાણની ધરપકડ કરી છે, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. ​પોલીસે સ્થળ પરથી ૪૮૯ ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૨૪,૪૫૦/- અંકાય છે. આ સાથે જ મોબાઈલ ફોન, રોકડ રકમ અને પેકિંગ માટેની સામગ્રી મળીને કુલ રૂ. ૩૦,૫૦૩/- નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ શખ્સો સુરત શહેરના અશ્વિની કુમાર રેલવે પટરી વિસ્તારમાંથી માલ લાવીને કામરેજમાં છૂટક વેચાણ કરતા હતા. હાલમાં કામરેજ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી NDPS એક્ટ હેઠળ કડક કાયદેસરની તપાસ હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.