Geo Gujarat News

આમોદ: કેરવાડાના આંગણે રતદાતાઓનો સેવાયજ્ઞ, AVCT દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાશે 80 થી વધુ રક્તવીરો નોંધાયા.

​આમોદ તાલુકાના કેરવાડા ગામમાં સામાજિક સેવાના ઉમદા હેતુ સાથે આગામી સમયમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કેરવાડા દ્વારા આગામી તારીખ ૨૫/૦૧/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રસિદ્ધ મહાદેવ મંદિરના પટાંગણમાં એક વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. ​AVCT સંસ્થા દ્વારા રક્તની અછતને પહોંચી વળવા અને માનવતાના કાર્યમાં સહભાગી થવા માટે આ પહેલ કરવામાં આવી છે. સંસ્થાના હોદ્દેદારોએ આસપાસના વિસ્તારના યુવાનો અને ગ્રામજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા અને રક્તદાન કરી પુણ્યનું ભાથું બાંધવા હાર્દિક અપીલ કરી છે. રવિવારની રજા હોવાથી આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડે તેવી શક્યતા છે.આ કેમ્પની વિશેષતા એ છે કે તેમાં માત્ર કેરવાડા જ નહીં, પરંતુ આસપાસના ગામો અને વડોદરાથી પણ રક્તદાતાઓ ઉત્સાહભેર જોડાવાના છે. ​આ ઉમદા કાર્ય માટે રક્તદાતાઓની યાદી ભરૂચ રેડક્રોસ સોસાયટીને પણ મોકલી આપવામાં આવી છે. કેરવાડામાંથી જેઓએ નામ નોંધાવ્યા છે તેમાં હરીશભાઈ સોલંકી, જયેન્દ્રસિંહ સિંધા (મે.એડમીન), સંગ્રામસિંહ કપલેટિયા (ટ્રસ્ટ પ્રમુખ), સંજયસિંહ રાજ (ટ્રસ્ટ ઉપ પ્રમુખ), દશરથસિંહ જાદવ (ટ્રસ્ટ સહ મંત્રી), દર્શનસિંહ ચન્દ્રસિંહ રાજ (ટ્રસ્ટ ખજાનચી), ધવલસિંહ પરમાર (એડમીન) અને ગામના સરપંચ વિલાસબેન સંજયસિંહ રાજનો સમાવેશ થાય છે.​આ ઉપરાંત એઝાઝ સૈયદ, સોહીલ રાઠોડ, અક્ષયભાઈ વસાવા, સહેજાદ સૈયદ, મહેન્દ્રસિંહ કપલેટિયા, વિરલસિંહ કપલેટિયા, રીટાબેન કપલેટિયા, અસલમભાઈ દીવાન, પ્રવિણસિંહ એમ પઢીયાર, સિરાજુદ્દીન રાણા, શાહિદ ખાન, રાજુભાઈ સદુભાઈ રાઠોડ, શૈલેન્દ્રસિંહ રાઠોડ, ફરીદભાઈ ઝીનુભા ખાન, રાહુલસિંહ રણજીતસિંહ રાઠોડ, મોઈનભાઈ ચૌહાણ, સ્મિતભાઈ રાવલ, રાહુલભાઈ અરવિંદભાઈ રાઠોડ, અર્જુનસિંહ કપલેટિયા, ઇન્દ્રસિંહ સિંધા, અમિતસિંહ ચૌહાણ, સુખદેવસિંહ કપલેટિયા, સાદીક્ભાઇ દરબાર, આબીદભાઈ, હેમંતભાઈ મયસુરીયા, ચેતનસિંહ સિંધા, પ્રદીપભાઈ પ્રજાપતિ, મહંમદ ઉવેશ રાણા, રેહાનભાઈ રાણા, કનકસિંહ પરમાર, મહેન્દ્રસિંહ વજેસિંહ રાઠોડ, અફઝલભાઈ પટેલ, વિનોદસિંહ અભેસિંહ, ઈરફાનભાઈ સિંધી, ફરીદભાઈ સિંધી, ફઈમભાઈ સિંધી, હારુનભાઈ ડભોયા, મોઈનભાઈ રાણા, અશરફભાઇ રાણા, અઝીમભાઈ રાણા, અમીન સૈયદ, ધર્મેન્દ્રસિંહ (અભય) સોલંકી, અર્જુનસિંહ જાદવ, ગણેશભાઈ રાજ, કૌશિકભાઈ સોલંકી, ધર્મેશભાઈ ગજ્જર, તેજલબેન ધર્મેશભાઈ ગજ્જર, વિધિબેન દિલીપસિંહ રાજ, સમીરખાન-વકીલ, સાહનવાઝ રાણા, રિફાક્ત સૈયદ, મુકેશભાઈ (મહાદેવ સ્ટોર), ઇમરાનભાઈ પઠાણ, ફિરોઝભાઈ પઠાણ, મુનીરભાઈ પઠાણ, જયેન્દ્રસિંહ રાજ, સંગીતાબા રાજ, આસિફઅલી સૈયદ, નવનીતસિંહ પઢીયાર, નિલેશસિંહ રણજીતસિંહ પરમાર, ફરજનાબેન સિંધી, રાજેન્દ્રભાઇ રણજીતભાઈ રાઠોડ (મંડપવાળા), આમોદથી વિનોદ મણિલાલ પરમાર (પત્રકાર) અને રિષભ મનોજકુમાર બલિયા જેવા રક્તવીરો સેવા આપશે.આ ઉપરાંત ​ઓરા ગામથી દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન સંજયસિંહ રાજ અને અનિરુદ્ધસિંહ જાદવ પણ આ શિબિરમાં જોડાશે. તણછા ગામથી જયદીપસિંહ રણજીતસિંહ, પુશપેન્દ્રસિંહ, હરેન્દ્રસિંહ, નીતિરાજસિંહ, શિવમસિંહ, જનકસિંહ, ચિરાગસિંહ, ધવલસિંહ, કુલદીપસિંહ અને નરેન્દ્રસિંહ રક્તદાન કરશે. વડોદરાથી ખાસ દીપકભાઈ ચન્દ્રશંકર જોશી, રાજશ્રીબેન ડી જોશી, ચાંદનીબેન વિરલભાઈ જોશી અને હાર્દિકભાઈ ડી. જોશી રક્તદાન માટે પધારશે. આ સિવાય ત્રણ વ્યક્તિઓએ ગુપ્ત રહીને પણ રક્તદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. AVCT દ્વારા તમામ રક્તદાતાઓને રવિવારે સવારે 10:00 કલાકે હાજર રહી એક કેરવાડા, ગ્રેટ કેરવાડાના નારા સાથે ગામનું નામ રોશન કરવા અપીલ કરવામાં આવી છે.રક્તદાન એ માત્ર બીજાનો જીવ બચાવવાનું સાધન નથી, પરંતુ તે રક્તદાતાના પોતાના સ્વાસ્થ્ય માટે પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે. નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં આયર્નનું પ્રમાણ સંતુલિત રહે છે, જેનાથી હૃદયરોગ અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ રક્તદાન કરે છે, ત્યારે તેનું શરીર તે લોહીની પૂર્તિ કરવા માટે તરત જ સક્રિય થઈ નવા રક્તકણોનું નિર્માણ કરે છે, જેના કારણે શરીરમાં નવી ઊર્જા અને તાજગીનો સંચાર થાય છે. આ પ્રક્રિયાથી લોહી પાતળું અને શુદ્ધ રહે છે, જે લિવરના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. આ ઉપરાંત, રક્તદાન પૂર્વે થતી શારીરિક તપાસને કારણે રક્તદાતાને પોતાના સ્વાસ્થ્યની સ્થિતિની પણ મફતમાં જાણકારી મળી રહે છે. સૌથી વિશેષ તો, રક્તદાન કરવાથી મળતો માનસિક સંતોષ અને ‘કોઈનું જીવન બચાવ્યા’નો આનંદ માનસિક તણાવ ઘટાડવામાં પાયાની ભૂમિકા ભજવે છે. આમ, રક્તદાન એ દાતા અને મેળવનાર બંને માટે જીવનદાયી પ્રક્રિયા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.