ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર અને ગુનેગારો પર નજર રાખવા માટે ભરૂચ SOG એ આક્રમક અભિગમ અપનાવ્યો છે. એ.ટી.એસ. ચાર્ટર મુજબની કાર્યવાહીના ભાગરૂપે, SOGના પીઆઈ એ.વી. પાણમીયા તથા એ.એચ. છૈયાના સીધા માર્ગદર્શન હેઠળની ટીમને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર એ.ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા NDPS એક્ટ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી કેશવ શાંતારામ ઘોટેકર ભરૂચના ભોલાવ બસ ડેપો વિસ્તારમાં ફરી રહ્યો છે.
મળેલી બાતમીના આધારે SOGની ટીમે જાળ બિછાવી ત્વરિત ઓપરેશન હાથ ધર્યું હતું. ભોલાવ બસ ડેપો નજીકથી પોલીસે આરોપી કેશવ ઘોટેકરની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીની ઓળખ અને તેના સરનામાની પુષ્ટિ થતા પોલીસે તેની વિધિવત અટકાયત કરી છે. લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આ આરોપીની ધરપકડ બાદ હવે અંકલેશ્વર ડ્રગ્સ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. હાલમાં SOG દ્વારા આરોપીનો કબજો અંકલેશ્વર પોલીસને સોંપવા અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com